ઈલેક્શન ઇફેક્ટ / વિવેક ઓબેરોય સ્ટારર 'પીએમ નરેન્દ્ર મોદી' 12 એપ્રિલે રિલીઝ થશે

divyabhaskar.com

Mar 18, 2019, 11:02 AM IST
Vivek Oberoi-starrer ‘PM Narendra Modi’ to hit theatres on April 12

બોલિવૂડ ડેસ્ક: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિકની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઈ છે. વિવેક ઓબેરોય સ્ટારર 'પીએમ નરેન્દ્ર મોદી' 12 એપ્રિલે રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે લોકસભાની ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઇ રહી છે. આ સિવાય 'મોદી' વેબસિરીઝ પણ એપ્રિલમાં જ રિલીઝ થઇ રહી છે. 'પીએમ નરેન્દ્ર મોદી' ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમાર છે જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર સંદીપ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરોય છે.

'મોદી' વેબસિરીઝ
પ્રધાનમંત્રી મોદી પર બનેલી વેબ સિરીઝ 'મોદી'નું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. 10 એપિસોડની આ સિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ પર એપ્રિલમાં રિલીઝ થશે. આ સિરીઝમાં 12 વર્ષના મોદીથી લઈને 2014માં વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની તેમની રાજકીય સફરને બતાવવામાં આવશે. તેમાં મોદીનાં બાળપણ, યુવાની અને અત્યારના તબક્કાને દર્શાવવા માટે ત્રણ અલગ અલગ કલાકારો ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુરને મોદીની ભૂમિકામાં લેવામાં આવ્યા છે.

આચારસંહિતાનો ભંગ?
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ચૂંટણીપંચ દ્વારા સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી સમયે દેશના અગ્રણી રાજકીય નેતાનું મહિમામંડન કરતી ફિલ્મ અને વેબસિરીઝ રજૂ થાય તો તે આચારસંહિતાનો ભંગ ગણાય કે કેમ તે જાણવું રસપ્રદ થઈ પડશે. વિરોધ પક્ષ આવી પોલિટિકલ પર્સનાલિટી પર બનેલી સિરીઝ કે ફિલ્મને આચારસંહિતાના મુદ્દા સાથે જોડી ઇલેક્શનમાં ફાયદો લેશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

X
Vivek Oberoi-starrer ‘PM Narendra Modi’ to hit theatres on April 12
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી