તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાકેશ શર્માની ભલામણ પર વિકી કૌશલના ભાગે આવી 'સારે જહાં સે અચ્છા'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાકેશ શર્માનું માનવું છે કે, એમની યુવાનીના દિવસો જ્યારે જુએ છે ત્યારે તેમને વિકીની પર્સનાલિટી અને બોડી બિલકુલ એમના રોલ માટે સુટેબલ લાગે છે

બોલિવૂડ ડેસ્ક: ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માની બાયોપિક ફિલ્મ 'સારે જહાં સે અચ્છા' માં લીડ રોલ માટે વિકી કૌશલનું નામ ફાઇનલ થયું છે. સૌથી વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે વિંગ કમાન્ડર રાકેશ શર્માએ પોતે મેકર્સને વિકીનું નામ પડદા પર ઉતારવા માટે સજેશન આપ્યું હતું. સૂત્રોની માહિતી મુજબ, રાકેશ શર્માને 'ઉરી'માં વિકીએ ભજવેલુ દેશભક્ત સિપાહીનું પાત્ર પસંદ આવ્યું હતું ને તેથી જ તેમણે આ ફિલ્મ જોયા બાદ પોતાની બાયોપિક માટે વિકીનું નામ સજેસ્ટ કર્યું હતું. હાલ વિકી ભૂમિ પેડનેકર સાથે હોરર કોમેડી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આના પછી તે કરણ જોહરની 'તખ્ત' નું શૂટિંગ શરૂ કરશે.આમિર અને શાહરુખ જેવા સ્ટાર્સની હા-ના વચ્ચે ફિલ્મ પહેલાથી ઘણી અટકેલી હતી, આવામાં મેકર્સ વિકીની ડેટ્સ લઈને જલ્દી જ ફિલ્મને શરૂ કરવા માગે છે. 

 

રોલ માટે સ્યુટેબલ
વિકી વિશે રાકેશ શર્માનું માનવું છે કે, એમની યુવાનીના દિવસો જ્યારે જુએ છે ત્યારે તેમને વિકીની પર્સનાલિટી અને બોડી બિલકુલ એમના રોલ માટે સ્યુટેબલ લાગે છે. એમણે પોતાના આ વિચારને ફિલ્મ નિર્માતા રોની સ્ક્રૂવાલા સુધી પહોંચાડ્યો, અને રોની પર વિકીને આ રોલ આપવા માટે રાકેશ શર્માની જેમ વિચારતા હતા. આ પહેલા વિકીનો લુક ટેસ્ટ પણ થયો હતો.
 
રોનીનો વિકી પર વિશ્વાસ 
વિકીના ભાગે આ મોટી ફિલ્મ આવી તેમાં રોની સ્ક્રૂવાલા સાથેના તેમના સંબંધોએ પણ મોટી ભૂમિકા ભજવી. તે રોનીની 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક' માં કામ કરી ચૂક્યો છે અને આ ફિલ્મે ઘણી સફળતા મેળવી છે. વિકીની દમદાર એક્ટિંગના કારણે 25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પર કરી દીધો છે. આનાથી રોનીનો વિશ્વાસ એના પર બમણો થયો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો