તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Supreme court dismissed a plea seeking a stay on the release of vivek oberoi starer biopic

પીએમ મોદીની બાયોપિકને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી બતાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે વિવેક ઓબેરોય સ્ટારર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ને રિલીઝ થતી અટકાવાની અરજીને ફગાવી દીધી છે.

Supreme Court dismisses a plea seeking stay on release of Vivek Oberoi starrer biopic 'PM Narendra Modi'. The Bench says the film has not yet been issued the certificate by Censor Board. Court says it is to be decided by the EC whether the movie can violate Model Code of Conduct. pic.twitter.com/UA2pU90wfz

— ANI (@ANI) April 9, 2019
કોર્ટે કહ્યું કે જો આ ફિલ્મ ચૂંટણીના કોઈ પક્ષને અસર કરે છે તો તે જોવાનું કામ ચૂંટણી પંચનું છે.ચૂંટણી પંચે નક્કી કરવાનું છે કે શું આ ફિલ્મ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે કે નહિ. કોર્ટે એ પણ કહ્યું કે ફિલ્મને અત્યાર સુધી સેન્સર બોર્ડ તરફથી કોઈ સર્ટિફિકેટ નથી મળ્યું. ફિલ્મમાં શું બતાવ્યું છે તે જોવાનું કામ બોર્ડનું છે.

 

મોદીની બાયોપિક પર દિલ્લી હાઇકોર્ટ અને બોમ્બે કોર્ટે પણ રિલીઝ ડેટ પર રોક લગાવવાની ફરિયાદને નકારી દીધી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં ફિલ્મને લીલી ઝંડી મળી ગઈ છે. 

આ બાયોપિક પહેલાં 5 એપ્રિલે રિલીઝ થવાની હતી જે હવે ફાઈનલ 11 એપ્રિલે રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...