'છીછોરે' ફિલ્મના એક સોન્ગના શૂટિંગ માટે 9 કરોડ રૂપિયાનો સેટ બનાવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ સોન્ગમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પાછળ 500 ડાન્સર્સ હશે 
  • ફિલ્મ 30 ઓગસ્ટ રિલીઝ થશે

બોલિવૂડ ડેસ્ક: 'દંગલ' ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'છીછોરે' માટે એક સેટ 9 કરોડના ખર્ચે તૈયાર કરાવાયો છે. આ સેટ ફિલ્મના એક સોન્ગ માટે તૈયાર કરવામાં આવ્યો છે જે છેલ્લે ફિલ્મના ક્રેડિટ્સ સાથે જોવા મળશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, પ્રતીક બબ્બર, સિદ્ધાર્થ, તાહિર ભસીન સામેલ છે. ફિલ્મના પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા છે. ફિલ્મ 30 ઓગસ્ટ રિલીઝ થશે.

 

જે સોન્ગ માટે આ 9 કરોડનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે તે સોન્ગમાં પ્રતીક બબ્બર, વરુણ શર્મા અને તાહિર ભસીન હશે. તેમની પાછળ 500 બેક અપ ડાન્સર્સ હશે. સેટ જ્યારે તૈયાર થઇ જશે ત્યારે શ્રદ્ધા પણ ટીમને જોઈન કરી લેશે. હાલ તો તે લંડન 'સ્ટ્રીટ ડાન્સર 3D' માટે શૂટિંગ કરી રહી છે. આ સોન્ગની ખાસ વાત એ છે કે તેમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ તેમના ઘરડા અવતાર સાથે ડાન્સ કરશે. ડિરેક્ટર તેના દ્વારા બે જનરેશન વચ્ચેનો તફાવત બતાવવો છે.