તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Sonakshi Sinha In Legal Trouble; Case Filed Against The Actress For 'cheating' An Event Organizer

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનાક્ષી સિન્હા પર ઠગાઈ કરવા બદલ કેસ દાખલ, 37 લાખ રૂપિયા લઈને ઇવેન્ટમાં હાજરી આપી ન હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં સોનાક્ષી સિન્હા સહિત 5 લોકો પર ઠગાઈ કરવા મામલે કેસ દાખલ 
  • અર્જુન રામપાલ અને રાજપાલ યાદવ વિરુદ્ધ પણ પૈસા પરત ન કરવા બદલ કેસ દાખલ થયા છે 

બોલિવૂડ ડેસ્ક: ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં સોનાક્ષી સિન્હા સહિત 5 લોકો પર ઠગાઈ કરવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, મુરાદાબાદના કટઘર વિસ્તારમાં 24 નવેમ્બરે કરવામાં આવેલી ફરિયાદના આધારે એક દિવસ પહેલાં જ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANI મુજબ, સોનક્ષી સિન્હાને ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે દિલ્લીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. જેના માટે તેને 37 લાખ રૂપિયા પણ ચૂકવાઈ ગયા હતા. આરોપ છે કે પૈસા લીધા હોવા છતાં પણ સોનાક્ષીએ કાર્યક્રમમાં હાજરી ન આપી.

 

આ એક્ટર્સ વિરુદ્ધ પણ પૈસા પરત ન કરવા બદલ થયા છે કેસ 
થોડા દિવસ પહેલાં જ એક્ટર અર્જુન રામપાલ વિરુદ્ધ 1 કરોડ રૂપિયાની લોનની ભરપાઈ ન કરવા બદલ કેસ દાખલ થયો હતો. આ સિવાય રાજપાલ યાદવ વિરુદ્ધ પણ 5 કરોડ રૂપિયાની લોનની ભરપાઈ ન કરવા બદલ કેસ દાખલ થયો હતો. જેમાં દિલ્હી હાઇકોર્ટે રાજપાલ યાદવને 3 મહિનાની સજા પણ આપી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો