તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈના આરોપ પર સોનાક્ષી સિન્હાની ટીમે કહ્યું, આયોજકોની ફરિયાદ ખોટી, જો તેઓ નહીં માને તો લીગલ એક્શન લેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર યાદ અપાવવા છતાં આયોજક ઇવેન્ટ પહેલાં સોનાક્ષીને નક્કી કરેલી રકમ ચૂકવી શક્યા ન હતા
  • ઓર્ગેનાઈઝરે દિલ્હીની ટિકિટ પણ એગ્રીમેન્ટ મુજબ મોકલી ન હતી

બોલિવૂડ ડેસ્ક: સોનાક્ષી અને તેની ટીમ પર લાગેલા 28.17 લાખ રૂપિયાના ઠગાઈના આરોપ બાદ સોનાક્ષીની ટીમે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેમાં લખ્યું છે કે, ઇવેન્ટ ઓર્ગેનાઈઝરે સોનાક્ષીનો દિલ્હીમાં કાર્યક્રમ માટે સંપર્ક કર્યો હતો. વારંવાર યાદ અપાવવા છતાં આયોજક ઇવેન્ટ પહેલાં સોનાક્ષીને નક્કી કરેલી રકમ ચૂકવી શક્યા ન હતા.

 

સ્ટેટમેન્ટ 
એન્ટરટેઈન્મેન્ટ વેબસાઈટ 'પિન્કવિલા'ના ન્યૂઝ અનુસાર ઓર્ગેનાઈઝરે એગ્રીમેન્ટ મુજબ સોનાક્ષી અને તેની ટીમ ની દિલ્હી આવવા-જવાની પ્લેનની ટિકિટો સમયસર મોકલી ન હતી. જ્યારે એમને ખબર હતી કે ઇવેન્ટના બીજા દિવસે સવારે સોનાક્ષીનું શૂટ હતું. ટીમે આયોજકો સાથે સંપર્ક કરવાના ઘણા પ્રયત્નો કર્યા છતાં આયોજકોએ કોઈ જવાબ આપ્યો ન હતો. સોનાક્ષી અને તેની ટીમને મુંબઈ એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું.

સોનાક્ષીની મેનેજમેન્ટ કંપનીએ બીજી તારીખ પર ઇવેન્ટ કરવાની વાત કરી પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. આયોજકો હવે ખોટા પુરાવાને મીડિયામાં ફેલાવી રહ્યા છે. જો તે આવું કરવાનું બંધ નહીં કરે તો સોનાક્ષી અને તેની ટીમ સીધા કાનૂની પગલાં લેવા માટે મજબૂર થઇ જશે.

 

આ છે આખો કિસ્સો 
ઉત્તર પ્રદેશના મુરાદાબાદના ઇવેન્ટ ઓર્ગેનાઈઝર પ્રમોદ શર્માના જણાવ્યા મુજબ, એણે 28.17 લાખ રૂપિયાનું પેમેન્ટ સોનાક્ષીને જૂનમાં જ કરી દીધું હતું. પ્રમોદના કહેવા મુજબ, સોનાક્ષીએ છેલ્લી ઘડીએ સવારે 10 વાગ્યાની ફ્લાઇટ કેન્સલ કરી દીધી અને એ જ દિવસે બપોરે 3 વાગ્યાની ફ્લાઇટ બુક કરી પરંતુ તે ન પહોંચી. આ કારણે તેણે કટઘર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો