શોર્ટ ફિલ્મ / સત્ય ઘટના પર આધારિત શોર્ટ ફિલ્મ 'વેલેન્ટાઈન એરલાઈન' દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે નોમિનેટ થઈ

Short Film Valentine airline based on a true story, will Nominate for Dada Saheb Phalke Award
X
Short Film Valentine airline based on a true story, will Nominate for Dada Saheb Phalke Award

divyabhaskar.com

Apr 15, 2019, 03:38 PM IST

બોલિવૂડ ડેસ્ક: ભારતના લોકો ભલે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ 'વેલેન્ટાઈન ડે' સેલિબ્રેટ કરતા હોય, પરંતુ આ દિવસ સાથે એક દુઃખદ યાદ પણ જોડાયેલી છે. 29 વર્ષ પહેલાં આ દિવસે બેંગ્લોરમાં પ્લેન ક્રેશને લીધે 92 લોકો મોતને ભેટ્યાં હતા. ઈન્ડિયન એરલાઈન ફ્લાઇટ-605માં કુલ 142 લોકો સવાર હતા. બાંસવાડાના ગિરિરાજ સિંહ અને કુશ ભટ્ટે આ સત્ય ઘટના પર શોર્ટ ફિલ્મ 'વૅલન્ટાઈન એરલાઈન' બનાવી હતી.

1. એવોર્ડ
એક મહિના પહેલાં યુટયૂબ પર રિલીઝ થયેલી આ શોર્ટ ફિલ્મ ભારતીય સિનેમાનો સૌથી મોટા 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' માટે નોમિનેટ થઈ છે. કુશ ભટ્ટે લખેલી આ ફિલ્મને ડિરેક્ટ ગિરિરાજ સિંહે કરી છે. કુશ અને ગિરિરાજ બાળપણના મિત્રો છે.
2. સ્ટોરી
આ ફિલ્મની સ્ટોરી એક છોકરી પર આધારિત છે. તેનો બોયફ્રેન્ડ તેને પ્રપોઝ કરે એ પહેલાં જ  પ્લેન ક્રેશમાં તેનું મૃત્યુ થાય છે. આ ફિલ્મનું શૂટિંગ ચંડીગઢ, મુંબઈ અને અમદાવાદમાં થયું હતું.
3. ત્રણ શોર્ટ ફિલ્મોને એવોર્ડ
અગાઉ ગિરિરાજની 'વૅલિ ઓફ ધ લિવિંગ ગોડ', 'ધ સ્ટ્રગલર' અને 'ધ બફૂન' શોર્ટ ફિલ્મને 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ મળી ચૂક્યો છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી