તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Short Film Valentine Airline Based On A True Story, Will Nominate For Dada Saheb Phalke Award

સત્ય ઘટના પર આધારિત શોર્ટ ફિલ્મ \'વેલેન્ટાઈન એરલાઈન\' દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે નોમિનેટ થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ભારતના લોકો ભલે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ 'વેલેન્ટાઈન ડે' સેલિબ્રેટ કરતા હોય, પરંતુ આ દિવસ સાથે એક દુઃખદ યાદ પણ જોડાયેલી છે. 29 વર્ષ પહેલાં આ દિવસે બેંગ્લોરમાં પ્લેન ક્રેશને લીધે 92 લોકો મોતને ભેટ્યાં હતા. ઈન્ડિયન એરલાઈન ફ્લાઇટ-605માં કુલ 142 લોકો સવાર હતા. બાંસવાડાના ગિરિરાજ સિંહ અને કુશ ભટ્ટે આ સત્ય ઘટના પર શોર્ટ ફિલ્મ 'વૅલન્ટાઈન એરલાઈન' બનાવી હતી.

એક મહિના પહેલાં યુટયૂબ પર રિલીઝ થયેલી આ શોર્ટ ફિલ્મ ભારતીય સિનેમાનો સૌથી મોટા 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' માટે નોમિનેટ થઈ છે. કુશ ભટ્ટે લખેલી આ ફિલ્મને ડિરેક્ટ ગિરિરાજ સિંહે કરી છે. કુશ અને ગિરિરાજ બાળપણના મિત્રો છે.

આ ફિલ્મની સ્ટોરી એક છોકરી પર આધારિત છે. તેનો બોયફ્રેન્ડ તેને પ્રપોઝ કરે એ પહેલાં જ  પ્લેન ક્રેશમાં તેનું મૃત્યુ થાય છે. આ ફિલ્મનું શૂટિંગ ચંડીગઢ, મુંબઈ અને અમદાવાદમાં થયું હતું.

અગાઉ ગિરિરાજની 'વૅલિ ઓફ ધ લિવિંગ ગોડ', 'ધ સ્ટ્રગલર' અને 'ધ બફૂન' શોર્ટ ફિલ્મને 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ મળી ચૂક્યો છે. 

અન્ય સમાચારો પણ છે...