તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'RRR' ફિલ્મમાં બ્રિટિશ એક્ટ્રેસ ડેઈઝી એડગરની એક્ઝિટ બાદ જુનિયર એનટીઆર સાથે શ્રદ્ધા કપૂર રોમાન્સ કરી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: બાહુબલી ફેમ ડિરેક્ટર એસ.એસ. રાજમૌલિ વધુ એક બિગ બજેટ ફિલ્મ 'RRR' બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં સાઉથ સ્ટાર જુનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે. આ ઉપરાંત, બોલિવૂડ સ્ટાર અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ ફિલ્મનો હિસ્સો છે. આ ફિલ્મમાં બ્રિટિશ એક્ટ્રેસ ડેઈઝી એડગર જુનિયર એનટીઆર સાથે રોમાન્સ કરવાની હતી, પરંતુ તેની હવે ફિલ્મમાંથી એકિઝટ થઈ ગઈ છે. ફિલ્મ મેકર્સ ડેઈઝીને બદલે શ્રદ્ધા કપૂરને લેવાનું મન બનાવી રહ્યા છે.

Due to unavoidable circumstances, @DaisyEdgarJones is no longer a part of our film. We hope she has a brilliant future. #RRR

— RRR Movie (@RRRMovie) April 5, 2019

જો શ્રદ્ધા આ ફિલ્મનો હિસ્સો બનશે, તો તે જુનિયર એનટીઆરની ઓપોઝીટ દેખાશે. 'RRR' ફિલ્મના ઓફિશિયલ ટ્વિટર પેજ પરથી ડેઇઝીના એક્ઝિટની જાણ કરાઈ હતી.

શ્રદ્ધાની વાત કરીએ તો તે 'સાહો'થી ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાની છે. આ ફિલ્મમાં તે બાહુબલી ફેમ પ્રભાસ જોડે દેખાશે. જો ફિલ્મ 'RRR' માટે તે કન્ફર્મ થઈ ગઈ તો તમિળ અને તેલુગુ બંને ફિલ્મમાં દેખાશે.
 
'RRR' ફિલ્મ 30 જુલાઈ, 2020ના રોજ 10 ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે.
 

અન્ય સમાચારો પણ છે...