તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'બદલા'થી શાહરૂખે બદલી દખલ પોલિસી, અપનાવી નોન ઇન્ટરફિયરન્સ નીતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મ સ્પેનિશ થ્રિલર 'ધ ઇનવિઝિબલ ગેસ્ટ'નું ઓફિશિયલ એડોપ્શન છે
  • ફિલ્મ 8 માર્ચે રિલીઝ થવાની છે 

બોલિવૂડ ડેસ્ક: પોતાની ફિલ્મોમાં ક્રિએટિવ ઇનપુટ અને દખલ માટે જાણીતા શાહરુખ ખાને નવા વર્ષમાં પોતાના બેનરની અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ 'બદલા'થી પોતાની પોલિસી બદલી છે. તેણે હવે નોન ઇન્ટરફિયરન્સ પોલિસી અપનાવી છે. 'બદલા'ની મેકિંગ ટીમ સાથે જોડાયેલા લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મના કામમાં શાહરુખ ખાને કોઈ ક્રિએટિવ દખલઅંદાજી કરી નથી. ફિલ્મને સુજોય ઘોષના વિઝનથી બનવા દીધી છે. દખલ તો દૂરની વાત છે, ગ્લાસગોમાં ફિલ્મના શૂટિંગમાં પણ ક્યારેય તે ગયો ન હતો. ફિલ્મ સાથે આમ ન કરવાનું એક અન્ય કારણ પણ રહ્યું અને એ હતું કે, હકીકતે ફિલ્મ સ્પેનિશ થ્રિલર 'ધ ઇન્વિઝિબલ ગેસ્ટ'નું ઓફિશિયલ અડેપ્ટેશન છે. જેના કારણે ટીમે સામાન્ય ચેન્જીસ સિવાય વધારાના ચેન્જીસ નથી કર્યા. આ ટીમનો સંયુક્ત નિર્ણય હતો જેના કારણે શાહરુખ તરફથી પણ કોઈ પણ દખલઅંદાજી થઇ નથી. જો કે, તેના આલોચકોનું માનવું છે કે, 'ઝીરો' અને તે પહેલા 'ફેન' પર પોતાની વધારે પડતી ક્રિએટિવ દખલઅંદાજીનું પરિણામ તેણે જોઈ લીધું છે. એટલે જ, નવા વર્ષમાં તેણે નવી પોલિસી અપનાવી છે. 

 

આ ફિલ્મોમાં શાહરુખની દખલ 
'ઝીરો'ની વાર્તા બદલાવી , 'જબ હેરી મેટ સેજલ'માં રાઇટિંગમાં ચેન્જીસ, 'ફેન'માં દખલઅંદાજી, 'રા-વન'ના મેકિંગમાં ઇન્વોલ્વમેન્ટ, 'દિલવાલે'ના દિગ્દર્શનમાં દખલ

 

'મેન્ટલ હૈ ક્યા?'માં કેમિયો કરશે શાહરુખ ખાન 
શાહરુખ ખાને તાજેતરમાં જ પોતાના પ્રોડક્શનની ફિલ્મ 'બદલા' માટે એક પ્રમોશનલ વીડિયો શૂટ કર્યો છે. હવે સાંભળવા મળી રહ્યું છે કે, તે એકતા કપૂરની આગામી ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા?'માં કેમિયો કરશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો