તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાહરુખ ખાનને ઇન્ડસ્ટ્રીમાં પહેલો બ્રેક આપનાર 'ફૌજી' સિરિયલના ડિરેક્ટરનું નિધન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્નલ રાજ કુમાર કપૂરનું 87 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન 
  • 'ફૌજી' સિરિયલ 1988માં દૂરદર્શન પર પ્રસારિત થતી 
  • શાહરુખ ખાને આ સિરિયલથી ટેલિવિઝન ડેબ્યુ કર્યું હતું

બોલિવૂડ ડેસ્ક: શાહરુખ ખાનને તેના કરિયરની શરૂઆતમાં કામ આપનાર કર્નલ રાજ કુમાર કપૂરનું 87 વર્ષની ઉંમરે મુંબઈમાં 10 એપ્રિલે નિધન થયું. કર્નલ રાજ કુમાર કપૂરે જ શાહરુખ ખાનને પહેલો બ્રેક આપ્યો હતો. દૂરદર્શન પર આવતી સિરિયલ 'ફૌજી'થી તેમણે શાહરુખને ટીવી પર લોન્ચ કર્યો હતો. તેઓ 'ફૌજી' સિરિયલના ડિરેક્ટર હતા. શાહરૂખ ખાને પોતાને પહેલો બ્રેક આપનાર ડિરેક્ટરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 

 

શાહરુખ ખાને ટ્વીટ કર્યું કે, તેમણે મને ખૂબ પ્રેમ કર્યો હતો. હિંમત આપી હતી, તેમણે એક છોકરાને 'ફૌજી' બનાવ્યો, જાણે કે હું તેનો પોતાનો જ હોઉં એ રીતે. તમને યાદ કરીશું સર હંમેશાં, તમારા નવા મિશનમાં તમને શાંતિ મળે.

He loved me so much. Encouraged me. And today if I am used to being mollycoddled on sets it’s because of this man who made a ‘Fauji’ out of a boy, like his own. Will miss you Sir...always. May u find peace in ur new mission. pic.twitter.com/j6LKM2MJpV

— Shah Rukh Khan (@iamsrk) April 12, 2019

 

ફિલ્મમેકર શેખર કપૂરે શાહરૂખને સંબોધીને લખ્યું કે, હા, મને ખૂબ સારી રીતે યાદ છે એ દિવસ જ્યારે કર્નલ 'ફૌજી' દરમિયાન તને મારા ઘરે લાવ્યા હતા. તેમણે કહ્યું હતું, જો આ જુવાન છોકરાને અને તે એકદમ સાચા હતા. કેટલા ઉમદા વ્યક્તિ હતા. શાહરૂખે તેમને વળતો જવાબ લખ્યો કે, તેઓ એટલા બધા મોજીલા હતા કે ગમે તેટલા સ્ટ્રેસની વચ્ચે પણ તેઓ તમને હસાવી દેતા. 

And he was so jovial. Somehow in the midst of all stresses he had a way that could make u smile away ur troubles. One of those people u assumed will never leave your side cos he was so full of life . https://t.co/puJxjA2k2B

— Shah Rukh Khan (@iamsrk) April 12, 2019

 

રિટાયર્ડ રમી મેન - રાજ કુમાર કપૂર 
રાજ કુમાર કપૂર આર્મીમાંથી રિટાયર થયા બાદ ઓશોના અનુયાયી બની ગયા હતા. ફિલ્મમાં કામ કરવા માટે તેઓ મુંબઈ આવ્યા હતા. તેમણે ઘણી સિરિયલો પ્રોડ્યૂસ કરી હતી ઉપરાંત એડ ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી હતી. 

 

'ફૌજી' 
ફૌજી સિરિયલનો પહેલો એપિસોડ 1988માં રિલીઝ થયો હતો. આ સિરિયલ દૂરદર્શન પર પ્રસારિત થતી હતી જેની સ્ટોરી આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં કમાન્ડોની ભરતીને લઈને હતી. સિરિયલમાં શાહરૂખે 'અભિમન્યુ'નો રોલ પ્લે કર્યો હતો. રાજ કુમાર કપૂરે જણાવ્યું હતું કે, શાહરુખ હંમેશાં મહેનતુ હતો. શાહરુખને સિરિયલના સેટ પર યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મને હજુ યાદ છે દિલ્હીના ગૌતમ નગરનો હોનહાર છોકરો જે મારી પાસે આવ્યો હતો. મને આત્મવિશ્વાસ ખૂબ ગમ્યો હતો અને મેં તેને ઓડિશન માટે બોલાવ્યો. તે ઓડિશનમાં બીજા બધા છોકરાઓ સાથે પહોંચી ગયો હતો. કારણકે, શો કમાન્ડો વિશેનો હતો એટલે મેં બધાને મારી સાથે દોડાવ્યા હતા.