તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહરુખની ડિજિટલ એન્ટ્રી, હવે નેટફ્લિક્સ માટે ફિલ્મ પ્રોડ્યૂસ કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • શાહરુખનો નવો પ્રોજેક્ટ 1983ના સમયનો હશે જ્યારે મુંબઈમાં માફિયાઓની ધાક ખૂબ હતી

બોલિવૂડ ડેસ્ક: શાહરૂખ ખાન એક્ટર તરીકે પોતાની ફિલ્મો સાથે એક્સપરિમેન્ટ કરવા માગતો નથી. પ્રોડ્યૂસર તરીકે તે નવા કન્સેપ્ટ સાથે ફિલ્મ બનાવવા ઈચ્છે છે. શાહરુખ હાલ તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'બદલા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મને શાહરૂખે પ્રોડયૂસ કરી છે. હવે તે નેટફ્લિક્સ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. પ્રિયંકા ચોપરા પણ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ફિલ્મમાં એક્ટિંગ પણ કરે છે અને ફિલ્મો પ્રોડ્યૂસ પણ કરે છે. શાહરૂખે બાર્ડ ઓફ બ્લડ નામનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. ‘બાર્ડ ઓફ બ્લડ’ 2015માં આવેલી ભારતીય લેખક બિલાલ સિદ્દીકીએ લખેલી જાસૂસી-થ્રિલર નવલકથા છે.આઠ ભાગની આ વેબસિરીઝમાં ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં દેખાશે. તે ઉપરાંત તેમાં ‘મુક્કાબાજ’ ફેમ વિનીત કુમાર સિંહ પણ દેખાશે.

 

ઉપરાંત તે એક રસપ્રદ કન્સેપ્ટ પરની ફિલ્મને પણ નેટફ્લિક્સ માટે પ્રોડયૂસ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, શાહરુખનો નવો પ્રોજેક્ટ 1983ના સમયનો હશે જ્યારે મુંબઈમાં માફિયાઓની ધાક ખૂબ હતી. તે સમયે મુંબઈ પોલીસે એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની એક અલગ ટીમને ટ્રેનિંગ આપી એ વિશેની હશે. અતુલ સબ્રવાલ આ પ્રોજેક્ટને ડિરેક્ટ કરી શકે છે. રેડ ચિલીસ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો