તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાન-આલિયાની ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'નું શૂટિંગ ધાર્મિક શહેર હરદ્વાર, ઋષિકેશ અને કાશીમાં થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: 'ભારત' ફિલ્મ બાદ સલમાન ખાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'માં આલિયા ભટ્ટ સાથે દેખાશે. 'હમ દિલ દે ચુકે સનમ' ફિલ્મ બાદ 19 વર્ષે સલમાન અને ભણસાલી એકસાથે કામ કરશે. 

'ઈન્શાઅલ્લાહ' ફિલ્મને લઈને નવા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ધાર્મિક શહેર હરદ્વાર, ઋષિકેશ અને ઉત્તરકાશીમાં થશે. આ ઉપરાંત વારાણસીમાં પણ શૂટિંગ કરવું કે કેમ તેની ચર્ચાઓ હાલ થઈ રહી છે.

ફર્સ્ટ ટાઈમ 

26 વર્ષની આલિયા અને 53 વર્ષના સલમાનની જોડીને પ્રથમવાર સ્ક્રીન પર જોવા માટે દર્શકો ઘણા આતુર છે. તો બીજી તરફ બંને તેમના ઉંમરના તફાવતને લીધે પણ સોશિયલ મીડિયામાં તેઓ ઘણા ટ્રોલ થયા હતાં. આ જોડી ચાહકોના દિલ જીતવામાં સફળ થાય છે કે કેમ એ તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.


 

અન્ય સમાચારો પણ છે...