તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાન પણ વેબ માટે લલચાયો, એમેઝોન પ્રાઈમ માટે એક થ્રિલર Web Show બનાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે 500થી વધુ ઇન્ડિયન વેબ સિરીઝ આવશે 
  • વેબ શોઝ 100 કરોડની લાગત સાથે બની રહ્યા છે 
  • 17 વેબ શોઝના પ્રોડક્શન સાથે એપલોજ હાલમાં સૌથી આગળ  

બોલિવૂડ ડેસ્ક: ઘણા દિવસોથી સલમાનની વેબ વર્લ્ડમાં પ્રવેશની વાતો સામે આવી રહી છે. હવે આ મામલામાં તાજી ખબર એ છે કે તેઓ ઇમેક્સઝોન પ્રાઈમ સાથે વાતચીત કરી રહ્યા છે અને એમના માટે એક વેબ સિરીઝનું નિર્માણ કરશે. 

 

આ જાણકારીની પુષ્ટિ સલમાન ખાનના મેનેજર જોર્ડી પટેલે કરી હતી. એમણે કહ્યું અમે આ વિષયમાં વાતચીત કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી કઈં નક્કી નથી થયું. આ વચ્ચે એ ચર્ચા પણ છે કે સલમાન એક થ્રિલર વેબ શો માટે મનીષા કોઈરાલા અને જાવેદ જાફરી સાથે વાતચીત કરી રહ્યા છે. ખાન વિશે એ પણ ખબર હતી કે તેઓ અમેરિકાની ટેલિવિઝન સિરીઝ, 'ધ બ્લેકલિસ્ટ' ને વેબ માટે રીમેક કરવાની યોજના કરી રહ્યા છે. એ કહેવાયું હતું કે સલમાને આ માટે પોતાના જુના મિત્ર સૈફ અલી ખાનનો સંપર્ક કર્યો હતો. સૈફ એમાં લીડ રોલ ભજવવાના છે. 

 

આ બોલિવૂડ હસ્તીઓ પણ કરી રહી છે વેબ શોનું નિર્માણ 

 

સબક્રાઈબર્સ: ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર દરેક મહિનાનો 100થી 800 રૂપિયા સુધીની સબ્સ્ક્રિપશન કમાણીનું મોટું માધ્યમ છે. 
વિજ્ઞાપન: વેબ શોની યુ-ટ્યુબ તથા અન્ય પ્લેટફોર્મ સાથે પાર્ટનરશીપમાં એડ્ની કમાણીની વહેંચણી 
પ્રમોશન માર્કેટિંગ: વેબસીરીઝ જે પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે ત્યાં બીજી સાઇટ્સનું પ્રમોશન થાય છે, જેનાથી ઘણી કમાણી થાય છે. 
બાળકો માટે શો: એવા સમાચાર છે કે સલમાન બાળકો માટે કન્ટેન્ટ લખી રહ્યા છે. તેઓ એવો શો લાવવા માંગે છે જેને ચારથી વધુ વર્ષની વય ધરાવતા બાળકો જોઈ શકે. 

અન્ય સમાચારો પણ છે...