તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકુમાર હિરાણી 'મુન્નાભાઈ-3' ફિલ્મ વિનોદ ચોપડાની સાથે નહિ, પરંતુ એકલા બનાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: 2019 જાન્યુઆરી મહિનામાં ડિરેક્ટર રાજકુમાર હિરાણી પર એક મહિલાએ ##MeToo કૅમ્પેન હેઠળ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને લીધે વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હીરાણીના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. 

હિરાણી તેની અપકમિંગ  'મુન્નાભાઈ-3' ફિલ્મ 'રાજકુમાર હિરાણી ફિલ્મ્સ' હેઠળ એકલા બનાવશે. મીડિયાની માહિતી અનુસાર, રાજકુમારે આ ફિલ્મની સ્ટોરી પરનું કામ પૂરું કરી લીધું છે અને તે પોતે જ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફિલ્મની કાસ્ટની પણ સત્તાવાર રીતે જાહેરાત કર્યા બાદ ફિલ્મનું શૂટિંગ શરુ થશે.આ ફિલ્મના લીડ રોલમાં સંજય દત્ત અને અરશદ વારસી દેખાશે તે વાત નક્કી છે

અપમાન 

જાતીય શોષણના આરોપ બાદ વિધુ વિનોદ ચોપડાએ ' એક લડકી કો દેખા તો ઐસા લગા' માં પ્રોડયૂસર તરીકે હિરાણીનું નામ હટાવી દીધું હતું. આ વાત રાજકુમારને અપમાનજનક લાગી હતી. બંનેની ભાગીદારીની છેલ્લી ફિલ્મ 'સંજુ' હતી. 
 

અન્ય સમાચારો પણ છે...