તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

\'પીએમ નરેન્દ્ર મોદી\' ફિલ્મમાં મોદીના પિતાનો રોલ રાજેન્દ્ર ગુપ્તા ભજવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: પીએમ મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'માં હવે નવા બે એક્ટરની એન્ટ્રી થઇ છે. નરેન્દ્ર મોદીના પિતાના રોલમાં રાજેન્દ્ર ગુપ્તા દેખાશે. રાજેન્દ્ર ગુપ્તા ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળ્યા છે જેમાં 'તનુ વેડ્સ મનુ', 'ગુરુ' જેવી ફિલ્મો પણ સામેલ છે. આ ફિલ્મમાં યતીન કર્યેકર પણ એક મહત્વનો રોલ નિભાવવાના છે. આ વિશેની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવી.

Rajendra Gupta to portray PM Narendra Modi's father, while Yatin Karyekar to enact an important part in biopic #PMNarendraModi... Stars Vivek Anand Oberoi in title role... Directed by Omung Kumar... Produced by Suresh Oberoi and Sandip Ssingh... Official look: pic.twitter.com/xlFFoOuY5F

— taran adarsh (@taran_adarsh) February 26, 2019

સ્ટાર કાસ્ટ 
આ ફિલ્મમાં મોદીનો રોલ વિવેક ઓબેરોય ભજવી રહ્યો છે. મનોજ જોશી અમિત શાહના રોલમાં, ઝરીના વહાબ મોદીની માતા રોલમાં, બરખા બિષ્ટ મોદીનાં પત્ની તરીકે દેખાશે. ફિલ્મમાં બોમન ઈરાની, પ્રશાંત નારાયણ પણ મહત્વના રોલમાં દેખાશે. ફિલ્મને ડિરેક્ટ મેરી કોમના ડિરેક્ટર ઓમંગ કુમાર કરી રહ્યા છે જ્યારે પ્રોડ્યૂસર સંદીપ સિંહ અને સુરેશ ઓબેરોય છે. ફિલ્મનું અમુક શૂટિંગ અમદાવાદ, ગાંધીનગરમાં થયું છે. ફિલ્મ ચૂંટણી પહેલાં રિલીઝ થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો