તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajamouli's Son Karthikeya Plans Different From His Dad, Running His Own Production House

પિતા રાજામૌલીને પાછળ રાખીને દીકરા કાર્તિકેયની ઇન્ડસ્ટ્રીમાં હરણફાળ, ખુદનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાર્તિકેયે છેલ્લે પિતા સાથે 'બાહુબલી' ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું
  • કાર્તિકેય 'આકાશવાણી' ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યો છે
  • પ્રોડ્યૂસર-ડિરેક્ટર કાર્તિકેય અને અશ્વિને ફિલ્મનું 90% જેટલું શૂટિંગ 50 જ દિવસમાં કરી લીધું

બોલિવૂડ ડેસ્ક: 'બાહુબલી' ફેમ ફિલ્મમેકર એસ.એસ.રાજમૌલીનો દીકરો કાર્તિકેય પિતાથી અલગ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. કાર્તિકેય જાત મહેનતે, પિતાની મદદ લીધા વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે કામ કરી રહ્યો છે. કાર્તિકેયે છેલ્લે પિતા સાથે 'બાહુબલી' ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. જોકે, હાલ તો કાર્તિકેય ફિલ્મ પ્રોડક્શનની લાઈનમાં આવી ગયો છે. તેના પ્રોડક્શન હેઠળની ફિલ્મની ટીમે રેકોર્ડ ટાઈમમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરી દીધું છે.

 

કાર્તિકેય 'આકાશવાણી' ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યો છે અને આ ફિલ્મથી ખ્યાતનામ પ્રોડ્યૂસર-ડિરેક્ટર ગુન્નમ ગંગારાજુનો દીકરો અશ્વિન ગંગારાજુ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. 'આકાશવાણી' ફિલ્મમાં એક તમિળ એક્ટરને બાદ કરતા ફિલ્મની આખી કાસ્ટમાં નવા એક્ટર્સ સામેલ છે. ટીમે ફિલ્મનું શૂટિંગ સૌથી વધુ પડકારરજનક જગ્યા અને ક્લાઈમેટ કન્ડિશન ધરાવતા લોકેશન્સ પર કર્યું હતું, તેમ છતાં પ્રોડ્યૂસર-ડિરેક્ટર કાર્તિકેય અને અશ્વિને ફિલ્મનું 90% જેટલું શૂટિંગ 50 જ દિવસમાં આટોપી લીધું હતું.

Welcome back home guys! 🙌🙌🙌I’m overwhelmed by everything I’ve seen up until now. Thank you for all the hard work to each and everyone! 🙏🙏🙏

Enjoy your break and get back soon!👊👍😄

PS: Missed being in this picture. :( #Aakashavaani https://t.co/RNzSi1Mzjo

— S S Karthikeya (@ssk1122) April 17, 2019

 

ટીમે આટલા જ દિવસમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું એ એકદમ રસપ્રદ વાત કહેવાય કારણકે, કાર્તિકેયે ઘણા વર્ષો સુધી પિતા રાજમૌલી સાથે કામ કર્યું છે. રાજમૌલી ફિલ્મનું શૂટિંગ નિયત સમય કરતાં બમણા સમયમાં પૂરું કરવા માટે જાણીતા છે. ફિલ્મની લેન્થ હોય અઢી કલાકની જ્યારે તેઓ ફિલ્મના એક સીન માટે 5 કલાકનો સમય લે છે. પરંતુ, કાર્તિકેયના કામ પરથી લાગી રહ્યું છે કે, તે પિતાને ટક્કર આપી રહ્યો છે અને તેમને પાછળ રાખીને પોતાનો રસ્તો જાતે બનાવી રહ્યો છે.