તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • QNET SCAM SHAH RUKH KHAN YUVRAJ SINGH ANIL KAPOOR ISSUED NOTICES BY CYDERABAD POLICE

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

QNet કંપની સાથે છેતરપિંડી મામલે શાહરુખ ખાન, અનિલ કપૂર અને ક્રિકેટર યુવરાજ સિંહ વિરુદ્ધ નોટિસ જાહેર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોલિવૂડ ડેસ્ક: હૈદરાબાદની સાઈદરાબાદ પોલીસે શાહરુખ ખાન, અનિલ કપૂર અને ક્રિકેટર યુવરાજ સિંહ સહિત 500 લોકો વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ ભારતમાં ગેરકાયદેસર જાહેર થયેલી QNet કંપની સાથે જોડાયેલા છે અને તેમનું પ્રમોશન કરે છે. સાઈદરાબાદની ઇકોનોમિક ઓફેન્સ વિંગના કમિશ્નરે જણાવ્યું કે, અભિનેત્રી પૂજા હેગડે અને અલ્લૂ સિરીશ વિરુદ્ધ પણ નોટિસ જાહેર કરવામાં આવી છે. એક્ટર્સ સિવાય કંપનીના ડાયરેક્ટર, શેરહોલ્ડર્સ અને સીઈઓને નોટિસ મોકલાઈ છે.

1) સ્ટાર્સને જવાબ આપવા પડશે

નોટિસમાં એક્ટર્સે એક અઠવાડિયાની અંદર સાઈદરાબાદ પોલીસ સામે હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે ખુલાસો કરવો પડશે કે તેઓ કેમ પ્રમોશન કરે છે અને તેમની સાથે શા માટે જોડાયેલા છે? જો તેઓ નક્કી કરેલા સમયમાં હાજર નહીં થાય તો પોલીસ તેમના વિરુદ્ધ એક્શન લેશે. પોલીસે QNet કંપની અને વિહાન ડાયરેક્ટ સેલિંગ કંપની વિરુદ્ધ છેતરપિંડીના કેટલાયે કિસ્સાઓની નોંધ કરી છે અને ચીટિંગ મામલે કેટલાયે લોકોની ધરપકડ કરી છે.

QNet હોંગકોંગની એક માર્કેટિંગ કંપની છે. કંપનીએ દાવો કર્યો હતો કે, તે વિહાન સેલિંગ ફ્રેન્ચાઈઝ હેઠળ ભારતમાં કાયદેસર રીતે કામ કરી રહી છે, પણ જાન્યુઆરીમાં સાઈદરાબાદ પોલીસે 58 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ પર આરોપ હતા કે તેઓ ગેરકાયદેસર રીતે ચાલતી આ કંપની માટે લોકોને છેતરે છે.

પોલીસ રેકોર્ડ મુજબ QNet કંપનીમાં લગભગ 5 લાખ લોકોએ રોકાણ કર્યું છે. કંપની હેલ્થ વેલનેસ, જવેલરી અને આ પ્રકારની અન્ય પ્રોડક્ટ્સ વેચવાના નામે લોકો પાસેથી પૈસા લે છે અને પછી તેમને વધુ લોકોને સાથે જોડવા માટે કહે છે. આ તમામ નકલી પ્રોડક્ટ્સ હતા અને તેમને માત્ર બિઝનેસ પ્લાન બતાવવામાં આવતો હતો. લોકોને વિશ્વાસમાં લેવા માટે રવિવાર અને બુધવાર એમ શહેરોમાં હોલ બુકીંગ કરીને 2થી 3 હજાર લોકોને બોલાવાતા અને તે મિટિંગમાં બોમન ઈરાની, શાહરુખ ખાન અને અનિલ કપૂર જેવા લોકોના ફોટો અને વીડિયો બતાવીને કહેવામાં આવતું કે અમારો ધંધો બરાબર છે. કંપનીનો અસલી હેતુ મની લોન્ડ્રિંગનો છે. 1 ડોલરના પ્રોડ્કટને 500 ડોલરમાં વેચવામાં આવતી. પછી આ રકમને બારોબાર મોકલી દેવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો