લોકસભા ચૂંટણી 2019 / PM મોદીએ સેલિબ્રિટીઓને ફિલ્મી સ્ટાઈલમાં કરી મતદાનની અપીલ, લખ્યું, લોકોને કહો, અપના ટાઈમ આ ગયા હૈ!

DivyaBhaskar.com

Mar 13, 2019, 12:48 PM IST
PM narendra modi appeals celebrities to encourage indian voters to vote in general elections

  • નરેન્દ્ર મોદીએ ફિલ્મી સિતારાઓ, ક્રિકેટર્સ, ગાયકોને ટેગ કરીને બુધવારે ટ્વીટ્સ કરી
  • ટ્વીટ્સમાં એમણે દેશવાસીઓને મતદાન વિશે જાગ્રત કરવાની અપીલ કરી
  • મોદીએ આમિર ખાનને પણ ટ્વીટ કરીને અપીલ કરી


બોલિવૂડ ડેસ્કઃ લોકસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત થતાં જ સમગ્ર ભારતીય રાજકારણ અટેન્શનમાં આવી ગયું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમનો બખૂબી ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. બુધવારની સવારે એમણે એક કલાકની અંદર જ ધડાધડ ટ્વીટ્સ કરીને વિવિધ ક્ષેત્રના સિતારાઓને મતદાનની અપીલ કરી હતી. મોદીએ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શંકર મહાદેવન, વિક્કી કૌશલ, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અક્ષય કુમાર, આમિર ખાન જેવા સ્ટાર્સને લોકોને વોટિંગનું મહત્ત્વ સમજાવવાની અપીલ કરી છે.

મોદીની આ ટ્વીટ્સ એકદમ રસપ્રદ અને ફિલ્મી સ્ટાઈલમાં લખાયેલી છે. એક ટ્વીટમાં મોદી લખે છે, ‘મેરે દોસ્ત રણવીર સિંહ, વરુણ ધવન ઔર વિક્કી કૌશલ, કઈ યુવા આપકી પ્રશંસા કરતે હૈ. ઉન્હેં યે બતાને કા સમય આગ ગયા હૈ કિ- અપના ટાઈમ આ ગયા હૈ ઔર યે સમય હૈ આપકે પાસ કે વોટિંગ સેન્ટર પર જોશ હાઈ કરને કા.’

બોલિવૂડ સિંગર લતા મંગેશકર અને સંગીતકાર એ. આર. રહેમાનને પણ મોદીએ અપીલ કરતાં લખ્યું કે, ‘હું આપને વિનમ્રતાપૂર્વક અનુરોધ કરું છું કે આપ 2019ની ચૂંટણીઓમાં વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશો. એક વોટ લોકોનો અવાજ સાંભળવા માટેનો શાનદાર રસ્તો છે.’

અન્ય એક ટ્વીટમાં મોદીએ લખ્યું, ‘એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને અનુષ્કા શર્મા, આગામી ચૂંટણીઓમાં લોકોને વોટિંગ કરવા માટે આગ્રહ કરો. પ્રસિદ્ધ ફિલ્મી હસ્તીઓ તરીકે, જેમનાં કામને લોકોએ વખાણ્યું છે, મને ખાતરી છે કે એમના મેસેજનો આપણા નાગરિકો પર હકારાત્મક પ્રભાવ પડશે.’

‘એક્ટર મનોજ બાજપેયી અને સિંગર શંકર મહાદેવન, તમારી ટેલેન્ટ અને સ્કિલથી તમે લાખો લોકોને એન્ટરટેન કર્યા છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. તમારા અવાજનું વ્યાપકપણે સન્માન કરાય છે. કૃપયા મતદાતા જાગૃતિ વધારવા માટે અને લોકોને મતદાન કરવા પ્રેરિત કરીને આપણી લોકશાહીને શક્તિ આપશો.’

‘ડિયર અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર અને આયુષ્માન ખુરાના, એક વોટ કી શક્તિ અપાર હૈ ઔર હમ સભી કો ઈસકે મહત્ત્વ પર જાગરુકતા બઢાને કી આવશ્યકતા હૈ. થોડા દમ લગાઈયે ઔર વોટિંગ કો એક સુપરહીટ કથા બનાઇયે.’

ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે નરેન્દ્ર મોદી અને એમની નીતિઓના ટીકાકાર રહેલા આમિર ખાનને પણ નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં સંબોધીને અપીલ કરી હતી. સલમાન ખાન અને આમિર ખાનને સંબોધીને પીએમએ લખ્યું, ‘વોટિંગ માત્ર આપણો અધિકાર જ નથી, બલકે આપણી ફરજ પણ છે. ડિયર સલમાન ખાન અને આમિર ખાન, તમારા અંદાજમાં આ દેશના યુવાનોને મોટિવેટ અને ઈન્સ્પાયર કરવાનો સમય છે, જેથી આપણે આપણી લોકશાહી અને આપણા દેશને મજબૂત બનાવી શકીએ.’

દેશના સૌથી મોટા સુપરસ્ટાર્સ એવા અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનને પણ નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું. એમણે લખ્યું કે, ‘અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને કરણ જોહરને આગ્રહ છે કે તેઓ આગામી ચૂંટણીઓમાં વધુ મતદાર જાગૃતિ અને ભાગીદારી સુનિશ્ચિત કરે. કેમ કે, આ સીધું જ આપણી લોકશાહીને પ્રેમ કરવા અને તેને મજબૂત બનાવવાની ક્વાયત છે.’

અક્ષય કુમારે પીએમની ટ્વીટનો રિપ્લાય કરીને કહ્યું કે, ‘અચ્છા કહા પીએમ મોદી ને. લોકતંત્ર કી અસલી પહચાન ચુનાવી પ્રક્રિયા મેં લોગોં કી ભાગીદારી મેં નિહિત હૈ. હમારે રાષ્ટ્ર ઔર ઉસકે મતદાતાઓં કે બીચ વોટિંગ એક સુપરહિટ પ્રેમકથા હોની ચાહિએ.’

એ. આર. રહેમાને પીએમના આહવાનનો રિપ્લાય આપતાં લખ્યું કે, ‘We will ji... Thank you.’

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓ રતન ટાટા, આનંદ મહિન્દ્રા, સ્પોર્ટ્સ પર્સન્સ પી.વી. સિંધુ, સાઈના નેહવાલ, કિદામ્બી શ્રીકાંત, જેવલિન થ્રોઅર નીરજ ચોપરા, ઓલિમ્પિક મેડાલિસ્ટ યોગેશ્વર દત્ત અને સુશીલ કુમાર, ધર્મગુરુઓ શ્રીશ્રી રવિશંકર, બાબા રામદેવ, નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી, પોંડિચેરીનાં રાજ્યપાલ કિરણ બેદી, પદ્મશ્રીથી સન્માનિત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાઈક, મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ, તેલુગુ સ્ટાર નાગાર્જુન, યુવા રાજકારણીઓ હરસિમરત બાદલ, ચિરાગ પાસવાન, આદિત્ય ઠાકરે, તેજસ્વી યાદવ, સિનિયર રાજકારણીઓ એવા નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન, પવન ચામલિંગ, કે.સી.આર., નવીન પટનાઈક, ચંદ્રાબાબુ નાયડુ, પોતાના રાજકીય હરીફો એવા રાહુલ ગાંધી, મમતા બેનર્જી, શરદ પવાર, માયાવતી, અખિલેશ યાદવ, એમ. કે. સ્ટાલિન વગેરેને સંબોધીને પણ સંખ્યાબંધ ટ્વીટ્સ કરી હતી. આ મુદ્દે એમણે ‘લોકતંત્ર કે લિયે ચાર અનુરોધ’ શીર્ષકથી બ્લોગ પણ લખ્યો છે.X
PM narendra modi appeals celebrities to encourage indian voters to vote in general elections
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી