તસવીર લીક / 'સાહો'ના સેટ પરથી લીક થયો પ્રભાસ અને શ્રદ્ધા કપૂરનો ફોટો, રોમેન્ટિક લુકમાં જોવા મળ્યાં

divyabhaskar.com

Apr 15, 2019, 07:23 PM IST
photo of prabhas and shraddha kapoor leaked from film saaho

બોલિવૂડ ડેસ્કઃ બાહુબલીથી લાખો લોકોનાં દિલ પર રાજ કરનાર તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ ફરી એકવાર ફિલ્મ 'સાહો' લઇને દર્શકોનું દિલ જીતવા આવી રહ્યો છે. પ્રભાસની અપકમિંગ ફિલ્મ 'સાહો'માં તેના એક્શન સીન્સ જોઇને દર્શકો પણ આ ફિલ્મ જોવા ઉતાવળા બન્યા છે. એવામાં હવે ફિલ્મના સેટ પરથી પ્રભાસ અને શ્રદ્ધાની લીક તસવીર લોકોને સરપ્રાઇઝ કરી રહી છે. આ તસવીરમાં બંનેની કેમેસ્ટ્રી રિફ્રેશિંગ અને શાનદાર લાગી રહી છે. ફિલ્મ 'સાહો'માં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલ પ્લે કરી રહી છે.


ફિલ્મના સેટ પરથી લીક થયેલો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. એકબીજાની આંખોમાં આંખ નાખીને જોતા શ્રદ્ધા અને પ્રભાસની જોડી એકદમ રોમેન્ટિક લાગી રહી છે. આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા કપૂર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. પિંક ડ્રેસમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી છે. તો સામે વ્હાઇટ શર્ટ અને પેન્ટ પહેરેલો પ્રભાસ પણ ડેશિંગ લાગી રહ્યો છે. આ ફોટો ટ્વિટર પ્રભાસના ફેન પેજ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે.


અત્યારે 'સાહો'નું ફાઇનલ સ્ટેજનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ એક્શન થ્રિલર ફિલ્મ છે. 'સાહો' તેલુગુની સાથે હિન્દી ભાષામાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, ચંકી પાંડે, નીલ નિતિન મુકેશ અને મંદિરા બેદી સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થશે.

X
photo of prabhas and shraddha kapoor leaked from film saaho
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી