કન્ફર્મ / શ્રદ્ધા કપૂરને બદલે હવે પરિણીતી ચોપરા સાઈના નેહવાલની બાયોપિક કરશે

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 04:24 PM
Parineeti Chopra Replaces Shraddha Kapoor In Saina Nehwal Biopic

બોલિવૂડ ડેસ્ક: ઇન્ડિયન બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકમાં હવે શ્રદ્ધા કપૂરને બદલે પરિણીતી ચોપરા દેખાશે. ઘણા મહિનાની ટ્રેનિંગ લીધા બાદ હવે શ્રદ્ધા આ ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ છે. બિઝી શેડ્યૂલને કારણે તે આ ફિલ્મથી બહાર નીકળી ગઈ છે. હવે ફિલ્મમાં શ્રદ્ધાને બદલે પરિણીતી ચોપરા સાઈનાના રોલમાં દેખાશે.

શૂટિંગમાં બ્રેક
ડિરેક્ટર અમોલ ગુપ્તેની આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ શરૂ થઇ ગયું હતું. પરંતુ ડેન્ગી (dengue) થવાના કારણે શૂટિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું હતું. ત્યારપછી શૂટિંગ ફરી સ્ટાર્ટ જ થઇ ન શક્યું. હવે મેકર્સે ફાઈનલી આ ફિલ્મને પરિણીતી સાથે ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમોલે સાઈનાના નાનપણનો ભાગ ચાઈલ્ડ આર્ટિસ્ટ સાથે શૂટ કરી લીધો છે.

આ ફિલ્મોનું માટે શૂટિંગ ચાલુ
ડેન્ગી (dengue)થી સાજી થયા બાદ શ્રદ્ધાએ સાઈના બાયોપિકની ડેટ્સ 'ABCD-3' માટે આપી દીધી હતી. ઉપરાંત તે એક્શન મૂવી 'સાહો'ના પ્રમોશનમાં પણ વ્યસ્ત હતી. સાથે-સાથે તે ટાઇગર શ્રોફ સાથે 'બાગી-3' માટે પણ શૂટિંગ શરૂ કરવાની છે. હાલ તે લંડનમાં વરુણ ધવન સાથે સ્ટ્રીટ ડાન્સર મૂવી માટે શૂટિંગ કરી રહી છે.

X
Parineeti Chopra Replaces Shraddha Kapoor In Saina Nehwal Biopic
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App