સેલિબ્રેશન / પરિણીતી ચોપરાએ 'તેરી મિટ્ટી' સોન્ગ ગાઈને 'કેસરી'ની 150 કરોડ રૂપિયાની કમાણીને અલગ રીતે સેલિબ્રેટ કરી

divyabhaskar.com

Apr 16, 2019, 10:40 AM IST
parineeti-chopra-records-a-female-version-of-the-kesari-song-teri-mitti-for-the-film
X
parineeti-chopra-records-a-female-version-of-the-kesari-song-teri-mitti-for-the-film

  • 'માના કે હમ યાર નહિ' સોન્ગ બાદ પરિણીતીનું આ બીજું સોન્ગ છે
  • 'તેરી મિટ્ટી' ઓરિજિનલ સોન્ગ કરતા ફીમેલ વર્ઝનના શબ્દો પણ અલગ છે
     

બોલિવૂડ ડેસ્ક: દુનિયાભરમાં અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર 'કેસરી' ફિલ્મની કમાણી 150 કરોડ રૂપિયાના આંકડાને વટાવી ચૂકી છે. હાલમાં આ ફિલ્મ રિલેટેડ બીજા ગુડ ન્યૂઝ પણ જાહેર થયા છે. દર્શકોના દિલમાં વસી ગયેલું 'તેરી મિટ્ટી' સોન્ગના ફીમેલ વર્ઝનમાં પરિણીતી ચોપરાએ પોતાનો અવાજ રેકોર્ડ કર્યો.

અત્યાર સુધી આ સોન્ગનો વિડીયો યુ ટયૂબ પર 30 લાખ વાર જોવાયો છે.

ફીમેલ વર્ઝન
1.'તેરી મિટ્ટી' સોન્ગના કોમ્પોઝર આર્કો પ્રૅવો મુખર્જીએ આ સમાચાર કન્ફર્મ કરતાં કહ્યું કે, માતૃભૂમિ માટે બલિદાન આપનાર શહીદોને અર્પિત  'તેરી મિટ્ટી' સોન્ગને લઈને દુનિયાભરમાંથી અનેક લોકોના ઈમોશનલ મેઈલ આવ્યા હતા. ઓરિજિનલ સોન્ગને મળેલો રિસ્પોન્સ જોઈને અમે ન્યૂ વર્ઝન બનાવવાનું વિચાર્યું. આ સોન્ગને ફીમેલ વોઈસ આપવા માટે પરિણીતી પહેલેથી આતુર હતી, આથી અમે તેને જ સિલેક્ટ કરી.અમે ‘તેરી મિટ્ટી’ના ફીમેલ વર્ઝનના શબ્દો પણ બદલી નાખ્યા છે.
ઉમેરો
2.ફિલ્મ મેકર્સ હાલ વિચારી રહ્યા છે કે આ સોન્ગને ફિલ્મમાં ઉમેરવું કે નહીં. હજુ સુધી આ ફીમેલ સોન્ગ કયારે રિલીઝ થશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ફર્સ્ટ સોન્ગ
3.'મેરી પ્યારી બિંદુ' ફિલ્મમાં 'માના કે હમ યાર નહિ' સોન્ગના ફીમેલ વર્ઝનમાં પરિણીતીએ પોતાનો અવાજ આપ્યો હતો જેણે દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી