પ્રેરણાદાયી / પંકજ ત્રિપાઠીની જાહેરાત, હોમટાઉન ગોપાલગંજમાં મતદાન કરનાર દરેક વ્યક્તિ સાથે સેલ્ફી લેશે

DivyaBhaskar.com | Updated - Mar 14, 2019, 12:16 PM
pankaj tripathi to promot voting through selfie with every voter
બોલિવૂડ ડેસ્કઃ લોકસભા ચૂંટણી 2019ની જાહેરાતની સાથે જ સેલિબ્રિટીઓએ પોતાની જવાબદારી નિભાવવાની શરૂઆત કરી દીધી છે. બુધવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિવિધ ક્ષેત્રોની સેલિબ્રિટીઓને પર્સનલાઇઝ્ડ ટ્વીટ્સ કરીને લોકોને મતદાન માટે જાગ્રત કરવાનું આહવાન કર્યું હતું. આ ક્રમમાં એક્ટર પંકજ ત્રિપાઠીએ બિહારમાં વોટિંગના અધિકાર અને તેનું મહત્ત્વ લોકોને સમજાવવા માટે સ્ટેટ ઈલેક્શન કમિશનને મદદ જાહેર કરી છે. તેઓ તાજેતરમાં જ પોતાના વતન ગોપાલગંજ ગયા અને ત્યાંના મિંઝ સ્ટેડિયમમાં દસ હજાર લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવ્યું.

દરેક મતદાતા સાથે સેલ્ફી લેશે
પંકજ ત્રિપાઠીએ ભારપૂર્વક કહ્યું કે મતદાનને જરાય હળવાશથી લેવું ન જોઈએ. તે હોળી, દિવાળી કે ઈદ જેવા તહેવારોથી જરાય ઊતરતો તહેવાર નથી. મતદાનને પણ ડેમોક્રસીના ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરવું જોઈએ. સાથોસાથ જે મતદાતાઓ પોતાની આંગળી પર મતદાન કર્યાની ઇંકના નિશાન સાથે આવશે તેની સાથે પોતે સેલ્ફી લેશે. એ માટે ઈલેક્શન પછી એ સ્પેશિયલી ગોપાલગંજ આવશે.

મિર્ઝાપુરે ખ્યાતિ અપાવી
થોડા સમય પહેલાં જ એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવેલી વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’માં ‘કાલીન ભૈયા’ના પાત્રથી પંકજ ત્રિપાઠીને જબરદસ્ત ખ્યાતિ મળી હતી. એ પહેલાં પણ એમણે ‘સ્ત્રી’, ‘બરેલી કી બરફી’થી લઈને ‘ગુંડે’, ‘દબંગ’, ‘ફુકરે’ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ‘મિર્ઝાપુર’થી એમને એટલી બધી ખ્યાતિ મળી છે કે તેના પાત્ર ‘કાલીન ભૈયા’ના પાત્રમાં જ તેઓ ઈન્ટરનેશનલ શો ‘હેના’ને પ્રમોટ કરશે.

X
pankaj tripathi to promot voting through selfie with every voter
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App