તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપણી આસપાસના સામાન્ય માણસોની વાત લઈને 1 માર્ચે આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ 'તું છે ને!'

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કલાકારો યશ અને ડિમ્પલ માટે લીડ રોલની દ્રષ્ટિએ આ પહેલી જ ગુજરાતી ફિલ્મ
 • નિર્માતાનો ટ્રેન્ડથી હટીને નુકસાનની ચિંતા વગર દર્શકોને કંઈક નવું આપવાનો આગ્રહ    

અમદાવાદ: આજકાલ ગુજરાતી ફિલ્મોના સારા દિવસો ચાલી રહ્યા છે. થિયેટર્સમાં કોઈ એક ગુજરાતી ફિલ્મ ચાલતી જ હોય ત્યાં બીજી ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે. આગામી 1 માર્ચે પણ વધુ એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે 'તું છે ને!'.

 • DivyaBhaskar.comના સ્ટૂડિયોમાં ગુજરાતી ફિલ્મ 'તું છે ને!' ની ટીમે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં નિર્માતા હરેશ જાની, અભિનેતા શ્યામ નાયર અને અભિનેત્રી ડિમ્પલ બિસ્કિટવાલાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મની અવનવી વાતો શેર કરી હતી. ફિલ્મ 'તું છે ને!'ના નિર્માતા હરેશ જાની જણાવે છે કે, કલાકારો શ્યામ અને ડિમ્પલ માટે લીડ રોલની દ્રષ્ટિએ આ પહેલી જ ગુજરાતી ફિલ્મ ગણાય. 
 • કોટન ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હરેશ જાની શા માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયા? આ સવાલના જવાબમાં કહે છે કે, મેં H KUMAR PRODUCTIONની શરૂઆત જ એટલા માટે કરી કે, હું નવા યુવાનોને યોગ્ય તક પુરી પાડી શકું. યુવાનીમાં મારે પણ હીરો બનવું હતું. જોકે સંજોગોવસાત હીરો બનવાનું સપનું પુરું ન થઇ શક્યું પણ સારા સંજોગો ઉભા થતા નિર્માતા બની ગયો. 
 • હરેશ જાનીની આ પહેલી જ ગુજરાતી ફિલ્મ છે. ટ્રેન્ડથી હટીને નુકસાનની ચિંતા વગર દર્શકોને કઈંક નવું આપવાના હેતુથી તદ્દન નવા જ વિષય પર ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ ફિલ્મમાં વિરાટનો રોલ કરનાર શ્યામ નાયર અને મેઘાનો રોલ કરનાર ડિમ્પલ બિસ્કિટવાલા વાતચીતમાં જણાવે છે કે, નિર્માતાએ સ્ક્રિપ્ટ જ એટલી મજબૂત પસંદ કરી છે કે એક જ રોલમાં ઘણાં લેયર્સ કરવાનો મોકો મળ્યો. 
 • ફિલ્મની વાર્તા વિશેના સવાલનો એક લાઈનમાં જવાબ આપીએ તો, દરેક દર્શકને ફિલ્મ જોતી વખતે લાગશે કે અરે,આ તો મારી અને મારી આજુબાજુના સામાન્ય માણસોની જ વાત છે. ફિલ્મની સ્ક્રિપ્ટ શૈલેશ જોષીએ લખી છે તો ડિરેક્શન રેહાન ચૌધરીએ કર્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં મ્યૂઝિક સમીર-માનાએ આપ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો