તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nawazuddin's Brother Shamas Siddiqui Slaps 100 Cr Defamation Case Against A Media Publication

નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ શમ્સ સિદ્દીકીકે એક મીડિયા હાઉસ પર 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શમ્સે મીડિયા હાઉસ પર તેનું નામ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો 
  • ન્યૂઝ આર્ટિકલમાં શમ્સના હિરોઈનો સાથેના વર્તનને વાંધાજનક ગણાવ્યું હતું 
  • શમ્સ 'બોલે ચૂડિયાં' ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે 

બોલિવૂડ ડેસ્ક: નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ શમ્સ સિદ્દીકીએ એક મીડિયા હાઉસ પર 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કર્યો છે. શમ્સે મીડિયા હાઉસ પર તેનું નામ ખરાબ કરવા બદલ કેસ કર્યો છે. એક ન્યૂઝ વેબસાઈટે તેના એક આર્ટિકલમાં શમ્સ સિદ્દીકીનું નામ લખીને એવું લખ્યું હતું કે, હિરોઈનો સાથે શમ્સનું વર્તન વાંધાજનક હોય છે. ઉપરાંત એવું પણ લખ્યું હતું કે, ઘણી બધી એક્ટ્રેસ આ જ કારણે નવાઝથી પણ દૂર રહે છે.

 

એટિટ્યૂડ પ્રોબ્લેમ?
શમ્સે કરેલા કેસ મુજબ, આર્ટિકલમાં એવું બતાવવામાં આવ્યું હતું કે શમ્સને એટિટ્યૂડ પ્રોબ્લેમ છે અને તેની સાથે કામ કરવું અઘરું છે, આ બાબતનો શમ્સે ઇન્કાર કર્યો છે. શમ્સે ટ્વીટ કરીને મીડિયા હાઉસને જણાવ્યું પણ ખરી કે, આ સાવ ખરાબ જર્નલિઝમ છે. કોઈને પણ ટાર્ગેટ ન કરો. હું 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો કેસ કરું છું અને આપણે ચોક્કસપણે મુંબઈ હાઇકોર્ટમાં મળીએ છીએ.

 

ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી 
ફિલ્મ 'બોલે ચૂડિયાં'થી શમ્સ સિદ્દીકી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મમાં શમ્સનો ભાઈ નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે મૌની રોય સામેલ છે.