ફર્સ્ટ લુક / 'મોદી' વેબસિરીઝનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, ઇરોસ નાઉ પર એપ્રિલમાં રિલીઝ થશે

divyabhaskar.com

Mar 13, 2019, 05:26 PM IST
'Modi' Web Series to release in April, Poster is out

બોલિવૂડ ડેસ્ક: પ્રધાનમંત્રી મોદી પર બનેલી વેબ સિરીઝ 'મોદી'નું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. 10 એપિસોડની આ સિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ પર એપ્રિલમાં રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે લોકસભાની ચૂંટણીઓ પણ એપ્રિલ મહિનામાં 11 તારીખથી શરૂ થઇ રહી છે. મેકર્સે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, 'આ એક પ્રેરણાદાયક અને પાવરફુલ નેતાની જીવનની કહાની છે.' ફિલ્મના પ્રોડ્યૂસર બેન્ચમાર્ક પિક્ચર્સ છે અને ડિરેક્ટર 'ઓહ માય ગોડ', '102 નોટ આઉટ ફેમ' ગુજરાતી ડિરેક્ટર ઉમેશ શુક્લા છે.

આ સિરીઝમાં 12 વર્ષના મોદીથી લઈને 2014માં વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની તેમની રાજકીય સફરને બતાવવામાં આવશે. તેમાં મોદીનાં બાળપણ, યુવાની અને અત્યારના તબક્કાને દર્શાવવા માટે ત્રણ અલગ અલગ કલાકારો ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુરને મોદીની ભૂમિકામાં લેવામાં આવ્યા છે. સિરીઝનું લેખન ચાણક્ય નાટકથી જાણીતા નાટ્યકાર અને સેન્સર બોર્ડના ભૂતપૂર્વ સદસ્ય એવા મિહિર ભૂતા અને રાધિકા આનંદે કર્યું છે. આ સિરીઝની સ્ટાર કાસ્ટમાં ગુજરાતી કલાકાર પ્રેમ ગઢવી પણ સામેલ છે.

જૂનો દાવો - મોદીની બાયોપિક નહીં, ભારતનાં વ્યક્તિત્વો પરની વેબસિરીઝ
અગાઉ આ વેબસિરીઝના મેકર્સ દ્વારા એવી વાત વહેતી કરવામા આવી હતી કે, આ વેબસિરીઝ વાસ્તવમાં નરેન્દ્ર મોદીની બાયોપિક નથી, બલકે ભારતનાં ખ્યાતનામ વ્યક્તિત્વો અને એમનાં જીવનમાં આવેલા પડકારોમાંથી એમણે કેવી રીતે માર્ગ કાઢ્યો તેના પર છે. તેમાં સ્વામી વિવેકાનંદથી લઈને નરેન્દ્ર મોદી સુધીનાં વ્યક્તિત્વોનો સમાવેશ થશે. ત્યારે આ સિરીઝને અસ્થાયી રૂપે 'સંઘર્ષ' નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ફર્સ્ટ લુક બહાર પડ્યા પછી એ વાત ક્લિઅર થઇ ગઈ છે કે, આ વેબ સિરીઝ 'મોદી' માત્ર નરેન્દ્ર મોદીના જીવન પર જ આધારિત છે.

X
'Modi' Web Series to release in April, Poster is out
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી