તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • \'Modi\' Web Series To Release In April, Poster Is Out

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

\'મોદી\' વેબસિરીઝનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, ઇરોસ નાઉ પર એપ્રિલમાં રિલીઝ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: પ્રધાનમંત્રી મોદી પર બનેલી વેબ  સિરીઝ 'મોદી'નું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે. 10 એપિસોડની આ સિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ પર એપ્રિલમાં રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે લોકસભાની ચૂંટણીઓ પણ એપ્રિલ મહિનામાં 11 તારીખથી શરૂ થઇ રહી છે. મેકર્સે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, 'આ એક પ્રેરણાદાયક અને પાવરફુલ નેતાની જીવનની કહાની છે.' ફિલ્મના પ્રોડ્યૂસર બેન્ચમાર્ક પિક્ચર્સ છે અને ડિરેક્ટર 'ઓહ માય ગોડ', '102 નોટ આઉટ ફેમ' ગુજરાતી ડિરેક્ટર ઉમેશ શુક્લા છે. 

આ સિરીઝમાં 12 વર્ષના મોદીથી લઈને 2014માં વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની તેમની રાજકીય સફરને બતાવવામાં આવશે. તેમાં મોદીનાં બાળપણ, યુવાની અને અત્યારના તબક્કાને દર્શાવવા માટે ત્રણ અલગ અલગ કલાકારો ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુરને મોદીની ભૂમિકામાં લેવામાં આવ્યા છે. સિરીઝનું લેખન ચાણક્ય નાટકથી જાણીતા નાટ્યકાર અને સેન્સર બોર્ડના ભૂતપૂર્વ સદસ્ય એવા મિહિર ભૂતા અને રાધિકા આનંદે કર્યું છે. આ સિરીઝની સ્ટાર કાસ્ટમાં ગુજરાતી કલાકાર પ્રેમ ગઢવી પણ સામેલ છે.

Get ready to witness an untold story! Thrilled to announce #ErosNowOriginal, #MODI, a biopic of #India's #PrimeMinister. #ErosNow | @umeshkshukla | @RidhimaLulla pic.twitter.com/vB4qfQ9kV6

— Eros Now (@ErosNow) March 13, 2019

જૂનો દાવો - મોદીની બાયોપિક નહીં, ભારતનાં વ્યક્તિત્વો પરની વેબસિરીઝ
અગાઉ આ વેબસિરીઝના મેકર્સ દ્વારા એવી વાત વહેતી કરવામા આવી હતી કે, આ વેબસિરીઝ વાસ્તવમાં નરેન્દ્ર મોદીની બાયોપિક નથી, બલકે ભારતનાં ખ્યાતનામ વ્યક્તિત્વો અને એમનાં જીવનમાં આવેલા પડકારોમાંથી એમણે કેવી રીતે માર્ગ કાઢ્યો તેના પર છે. તેમાં સ્વામી વિવેકાનંદથી લઈને નરેન્દ્ર મોદી સુધીનાં વ્યક્તિત્વોનો સમાવેશ થશે. ત્યારે આ સિરીઝને અસ્થાયી રૂપે 'સંઘર્ષ' નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ફર્સ્ટ લુક બહાર પડ્યા પછી એ વાત ક્લિઅર થઇ ગઈ છે કે, આ વેબ સિરીઝ 'મોદી' માત્ર નરેન્દ્ર મોદીના જીવન પર જ આધારિત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser