ચૂંટણી પ્રચાર / બસંતીને ચૂંટણી જીતાડવા માટે વીરુએ પણ રણમેદાનમાં ઝંપલાવ્યું

lok-sabha-chunav-actor-dharmendra-campaigns-for-hema-malini-bjp-mp-in-mathura

divyabhaskar.com

Apr 14, 2019, 03:17 PM IST

બોલિવૂડ ડેસ્ક: લોકસભાની ચૂંટણી 2019ને લીધે દરેક પોલિટિકલ પાર્ટીઓ તાબડતોડ પ્રચાર કરી રહી છે. ડ્રીમ ગર્લ હેમા માલિની બીજેપીના ઉમેદવાર છે, જેઓ મથુરાથી ચૂંટણી લડવાના છે. રવિવારે બપોરે મથુરામાં ચૂંટણી પ્રચાર માટે ધર્મેન્દ્રએ સભાને સંબોધી હતી.

પત્ની માટે પ્રચાર
આકરો તડકો હોવા છતાં પણ બે કલાક સુધી લોકોએ વીરુ અને બસંતીની રાહ જોઈ હતી. ધર્મેન્દ્રએ જનસભાને સંબોધીને કહ્યું હતું કે, હું પોતે ખેડૂતનો દીકરો છું. હેમા મથુરાવાસીઓના વિકાસ માટે પ્રયત્નો કરી રહી છે. તેની જીતમાં જ મથુરાના લોકોની જીત છે.

હેમાએ પતિનો આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, આજનો દિવસ મારા માટે ઘણો સ્પેશ્યલ છે. ધરમજી આજે મથુરામાં મારા પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. દેશની જનતા તેમની એક ઝલક જોવા માટે અને તેમની સ્પીચ સાંભળવા માટે તલપાપડ થઈ રહ્યા છે. આ ટ્વીટની સાથે તે મથુરા માટે ઘરેથી નીકળ્યા પહેલાંનો ધર્મેન્દ્ર સાથેનો ફોટા પણ શેર કર્યો હતો.

થોડા દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર માટે હેમા મથુરાના ખેતરમાં પહોંચ્યા હતા.અહીં તેઓ હેન્ડપંપ, ટ્રેકટર અને ખેતીકામ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ બધા ફોટાને લીધે તે પણ ટ્રોલ થયા હતા.

સોશિયલ મીડિયાને આધારે એવું કહી શકાય કે હાલના દિવસોમાં ધર્મેન્દ્ર બોલિવૂડથી દૂર રહી તેમના ફાર્મ હાઉસમાં શાકભાજી અને ફળ ઉગાડવામાં વ્યસ્ત છે. વર્ષ 2014માં બીજેપી ઉમેદવાર હેમા માલિનીએ મથુરાથી લોકસભાની ચૂંટણી લડી હતી, જેમાં તે જીતી ગયા હતાં.

X
lok-sabha-chunav-actor-dharmendra-campaigns-for-hema-malini-bjp-mp-in-mathura
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી