તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Hotstarએ હાર્દિક અને રાહુલને દર્શાવતો 'કોફી વિથ કરન'નો વિવાદાસ્પદ એપિસોડ હટાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: તાજેતરમાં જ Hotstar પર કરન જોહરના શો 'કોફી વિથ કરન'ની સિઝન 6માં હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલના એપિસોડે દેશભરમાં ચર્ચા જગાવી. બંનેએ આખા એપિસોડમાં ક્રિકેટ બાબતે ઓછું અને ખાસ કરીને હાર્દિક પંડ્યાએ મહિલાઓ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. આ એપિસોડ પછી બંને ક્રિકેટર્સને લોકોએ સોશિયલ મીડિયા પર ખુબ વખોડ્યા ઉપરાંત BCCIએ પણ તેમના પર બે મેચનો પ્રતિબંધ મૂકવાની વિચારણા હાથ ધરી છે. જોકે, હવે આ એપિસોડ Hotstar પર પણ કોઈ જોઈ શકશે નહીં કારણકે તેને વિવાદ વધ્યા પછી સાઈટ પરથી હટાવી દેવાયો છે. 

આ એપિસોડ 10 જાન્યુઆરીના રોજ બપોર સુધી દેખાતો હતો પણ ટ્વિટર પર એક યુઝરની એપિસોડ સાઈટ પર ન દેખાવાની ફરિયાદ પછી ખબર પડી હતી કે, વિવાદિત એપિસોડને હટાવી લેવાયો છે. હાલ Hotstar પર કરન જોહરના શો 'કોફી વિથ કરન'ની સિઝન 6ના હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલ સિવાય બાકીના બધા એપિસોડ હાજર છે.  

 

પંડયા-રાહુલ પર બે વન-ડેનો પ્રતિબંધ લાગી શકે છે 
પંડ્યાની આ કમેન્ટ્સ પછી BCCIએ તેમને 24 કલાકમાં જવાબ આપવા માટે નોટિસ મોકલી હતી. તે બાદ હાર્દિકે જાહેરમાં માફી માગી. જોકે બોર્ડ તેમના પર બે વન-ડેનો પ્રતિબંધ લગાવવા વિચારી રહ્યું છે. 

કોહલીએ કહ્યું, ભારતીય ક્રિકેટ ટીમના દૃષ્ટિકોણથી જોઈએ તો ડ્રેસિંગરૂમના માહોલમાં આ વિવાદથી કોઈ બદલાવ આવ્યો નથી. આનાથી અમારી રમતની ભાવના પર કોઈ અસર થઈ નથી. બોર્ડ આ મામલે નિર્ણય લે તે પછી જ પહેલી વન-ડે માટે ટીમ કોમ્બિનેશન જાહેર થશે. 

 

શો બાદ હાર્દિકે ટવિટર પર માફી માગી હતી 

આ શો પછી હાર્દિકે ટવિટર પર માફી માગતાં જણાવ્યું હતું કે, આ શોમાં મેં ફ્લોમાં ને ફ્લોમાં આવીને ટિપ્પણી કરી હતી અને એ વાતનું ધ્યાન રાખ્યું ન હતું કે આનાથી કોઈની લાગણી દુભાઈ શકે છે. તે બદલ હું બધાની માફી માગું છું. હું તમને ભરોસો આપવા માગું છું કે આ કમેન્ટ્સ મેં કોઈ બદઈરાદા સાથે અથવા સમાજના કોઈ વર્ગને ખરાબ દેખાડવા કરી ન હતી. હું ઈમાનદારીથી શોના નેચર પ્રમાણે ફ્લોમાં આવીને આવું બોલ્યો હતો. મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો ન હતો.