શૂટિંગ / 'KGF - ચેપ્ટર-2'નું મુહૂર્ત સાથે શૂટિંગ શરૂ, બોલિવૂડ સ્ટાર્સની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ શકે છે

divyabhaskar.com

Mar 13, 2019, 10:42 AM IST
KGF- Chapter 2 takes off with muhurat Pooja
KGF- Chapter 2 takes off with muhurat Pooja

  • ચર્ચાઓ થઇ રહી છે કે, 'KGF - ચેપ્ટર 2'થી બોલિવૂડ એક્ટર સંજય દત્ત સેન્ડલવૂડ ડેબ્યુ કરી શકે છે
  • બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં દેખાઈ શકે છે
  • KGF- ચેપ્ટર 1 પહેલી કન્નડ ફિલ્મ છે જેને હોમ સ્ટેટ કર્ણાટકમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો


બોલિવૂડ ડેસ્ક: કન્નડ ફિલ્મ 'KGF' (કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ)નો પહેલો ભાગ 21 ડિસેમ્બર, 2018માં રિલીઝ થયો હતો. આ ફિલ્મ કન્નડ ભાષાની સાથે-સાથે તેલુગુ, હિન્દી અને મલયાલમમાં પણ રિલીઝ થઇ હતી. બોલિવૂડના કિંગ ખાન શાહરુખની ફિલ્મ 'ઝીરો' સાથે આ ફિલ્મ થિયેટરમાં ટકરાઈ હતી. તેમ છતાં ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. કન્નડ સ્ટાર યશ ફિલ્મમાં રોકીના રોલમાં છે જ્યારે ફિમેલ લીડ રોલમાં શ્રીનિધિ શેટ્ટી છે. બેંગ્લોરમાં બુધવારે મુહૂર્ત પૂજા સાથે 'KGF - ચેપ્ટર 2' ને લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ પૂજામાં સામેલ હતી. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સેન્ડલવૂડથી ઓળખાય છે, KGF- ચેપ્ટર 1 પહેલી કન્નડ ફિલ્મ છે જેણે હોમ સ્ટેટ કર્ણાટકમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો. 'KGF - ચેપ્ટર 2' માટેના નવા સ્ટાર્સની જાહેરાત જલ્દી કરવામાં આવશે.

સંજય દત્ત રવીના ટંડનની એન્ટ્રી?
ચર્ચાઓ થઇ રહી છે કે, 'KGF - ચેપ્ટર 2'થી બોલિવૂડ એક્ટર સંજય દત્ત સેન્ડલવૂડ ડેબ્યુ કરી શકે છે. ઉપરાંત બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં દેખાઈ શકે છે.

X
KGF- Chapter 2 takes off with muhurat Pooja
KGF- Chapter 2 takes off with muhurat Pooja
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી