ન્યૂ લુક / કેટરીના કૈફે આપી ડબલ સરપ્રાઇઝ, ફિલ્મ 'ભારત'માં પોતાના લુક સાથે રિલીઝ ડેટ જાહેર કરી

divyabhaskar.com

Apr 14, 2019, 05:51 PM IST
Katrina kaif shares her look from bharat film

બોલિવૂડ ડેસ્કઃ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'ભારત'નું ટ્રેલર ટૂંક સમયમાં જ રિલીઝ થવાનું છે. થોડા દિવસ પહેલાં જ ફિલ્મનાં ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં ટ્રેલર રિલીઝ કરી દેવાશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ લીડ રોલ પ્લે કરી રહી છે.


ફિલ્મ 'ભારત'નું નાનકડું ટીઝર તો રિલીઝ થઈ ગયું છે, પરંતુ તેમાં કેટરીના કૈફ જોવા મળી નહોતી. તાજેતરમાં જ કેટરીનાએ ફિલ્મ 'ભારત'ને લઇને પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં કેટરીના ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ ફિલ્મ 'ભારત'માં કેટરીનાનો લુક છે, જેમાં કેટરીના કર્લી હેર સાથે માથામાં ચાંલ્લો લગાવેલી જોવા મળી રહી છે. આ ફોટો જોઇને અંદાજો લગાવી શકાય છે કે તેણે સાડી પહેરી છે. તેમજ ફોટો જોઇને તો એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી શકે છે.

#Bharat ❤️10 days to trailer

A post shared by Katrina Kaif (@katrinakaif) on Apr 13, 2019 at 11:44pm PDT


કેટરીના કૈફે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરતાં લખ્યું, 'ભારત' ટ્રેલર 10 દિવસ પછી.' આ ફોટો શેર કરતાં જ તે વાઇરલ થઈ ગયો છે. સલમાન ખાન અને કેટરીના કૈફની આ ચોથી ફિલ્મ છે, જેમાં તેઓ એકસાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ 'Ode To My Father 'ની હિંદી રિમેક છે. આ ફિલ્મ 6 જૂને રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન 6 અલગ-અલગ લુકમાં જોવા મળવાનો છે.

X
Katrina kaif shares her look from bharat film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી