ટીઝર / 'કલંક'નું ટીઝર રિલીઝ, રૂપ અને ઝફરની પ્રેમ કહાનીનો શું અંત હશે?, માધુરી અને સંજય દત્ત સાથે દેખાયાં

divyabhaskar.com

Mar 12, 2019, 03:39 PM IST
Kalank teaser launch Madhuri, Sanjay talk about reuniting after 20 years

બોલિવૂડ ડેસ્ક: કરણ જોહરની મલ્ટિ સ્ટારર ફિલ્મ 'કલંક'નું ટીઝર લોન્ચ થઇ ગયું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત જેવા સ્ટાર્સ છે. જોકે આજે રિલીઝ થયેલા ટીઝરમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટના જ અવાજ સાંભળવા મળે છે. ટીઝરની શરૂઆત ભણસાલીની ભવ્યાતિભવ્ય હિન્દી ફિલ્મોની જેમ મોટાં ઝૂમરવાળા સેટ પર 'બહાર બેગમ' એટલે કે માધુરીના ડાન્સ સાથે થાય છે. ત્યારબાદ સોનાક્ષી અને આલિયાનો સીન આવે છે. વરુણ બોલે છે કે, અમુક સંબંધો કર્ઝ જેવા હોય છે જેને નિભાવવા નહીં પણ ચૂકવવા પડતા હોય છે. ટીઝર પરથી જ લાગે છે કે લવ સ્ટોરી ઝફર અને રૂપ એટલે કે વરુણ અને આલિયાની હશે. પરંતુ જ્યારે આલિયા દુલ્હનના વેશમાં આદિત્ય રોય કપૂર એટલે કે દેવ ચૌધરી સાથે લગ્ન કરવા માટે બેસે છે ત્યારે આલિયાનો અવાજ સંભળાય છે કે, જ્યારે કોઈ બીજાની બરબાદી આપણી જીત જેવી લાગે, તો આપણાથી વધુ બરબાદ આ દુનિયામાં બીજું કોઈ નથી. પરંતુ એક સીનમાં દેવ ચૌધરી અને સત્યા ચૌધરી ઉર્ફે આદિત્ય અને સોનાક્ષી એકબીજાની બાહોમાં દેખાય છે. ટીઝરમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત પણ એક ફ્રેમમાં સાથે હોય એક સીન છે. તો હવે ફિલ્મમાં જોવાનું રહેશે કે રૂપ અને ઝફરની પ્રેમ કહાનીનો શું અંત હશે? શું સંજય લીલા ભણસાલીની ફિલ્મ જેમ આ લવ સ્ટોરી અધૂરી રહેશે?

ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની છે. ડિરેક્ટર અભિષેક વર્મનની ફિલ્મના ટીઝરથી સ્વાભાવિકપણે હવે અપેક્ષાઓ વધી ગઈ છે.

X
Kalank teaser launch Madhuri, Sanjay talk about reuniting after 20 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી