તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરુણ ધવનની 'કલંક' ફિલ્મે અક્ષય કુમારની 'કેસરી' ફિલ્મને પાછળ રાખીને પ્રથમ દિવસે 21.60 કરોડ રૂપિયાની કમાણી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 'કલંક' ફિલ્મ મહાવીર જયંતિની જાહેર રજાને લીધે ફાવી ગઈ 
  • 'ગલી બોય' અને 'ટોટલ ધમાલ' ફિલ્મનો ઓપનિંગ ડે રેકોર્ડ પણ બ્રેક કરી દીધો 

બોલિવૂડ ડેસ્ક: 17 એપ્રિલે રિલીઝ થયેલી મલ્ટિ સ્ટારર  'કલંક' ફિલ્મનો બોક્સઓફિસ પર પહેલો દિવસ જોરદાર રહ્યો હતો. મહાવીર જયંતિની રજાના ફાયદાના લીધે આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન 21.60 કરોડ રૂપિયા થયું હતું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મ રિલીઝની પ્રથમ દિવસની કમાણી ટ્વિટર પર શેર કરી છે.

Top *Opening Day* biz - 2019...
1. #Kalank ₹ 21.60 cr [Wed]
2. #Kesari ₹ 21.06 cr [Thu]
3. #GullyBoy ₹ 19.40 cr [Thu]
4. #TotalDhamaal ₹ 16.50 cr
Note: Hindi films. ₹ 10 cr+ openers included in the list.
India biz.#Kalank is the biggest opener of Varun and Alia to date.

— taran adarsh (@taran_adarsh) April 18, 2019

વર્ષ 2019ની બિગેસ્ટ ઓપનર ફિલ્મ 

તરણ આદર્શના એનાલિસિસ પ્રમાણે 'કલંક' ફિલ્મ અત્યાર સુધીની પ્રથમ દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. આ વર્ષે ઓપનિંગ ડે પર 21 કરોડનો આંકડો વટાવી દેનારી આ બીજી ફિલ્મ છે. આની પહેલાં' કેસરી' ફિલ્મે ઓપનિંગ ડે પર 21.06 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે કરેલા કલેક્શનમાં પ્રથમ ફિલ્મ 'કલંક', બીજી ફિલ્મ 'કેસરી' અને ત્રીજી ફિલ્મ 'ગલી બોય' અને ચોથા નંબર પર 'ટોટલ ધમાલ' ફિલ્મ છે.

અન્ય સમાચારો પણ છે...