તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડ ફિલ્મોના પાક. પ્રતિબંધની અસર, 5 ફિલ્મોથી જ 100 કરોડ રૂ.થી વધુનું નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષે માત્ર 10-15 ફિલ્મો બનાવનારા પાકિસ્તાનની કમર તૂટી જશે, કમાણી 70% ઘટી જશે 
  • પાકિસ્તાનના કુલ ટર્નઓવરમાં 75થી 80 ટકા હિસ્સો બોલિવૂડની ફિલ્મોનો હોય છે
  • બોલિવૂડની ફિલ્મોના કુલ ઓવરસીઝ કલેક્શનમાં પાકિસ્તાનનું ભાગ્યે જ પાંચથી સાત ટકાનું યોગદાન 

બોલિવૂડ ડેસ્ક: પુલવામા હુમલાની કિંમત પાકિસ્તાને ચારે બાજુથી ચૂકવવી પડી રહી છે. બોલિવૂડ નિર્માતાઓએ નિર્ણય કર્યો છે કે, તે પોતાની ફિલ્મો પાકિસ્તાનમાં રજૂ નહીં કરે. ઈન્ડિયાના ટ્રેડ એનાલિસ્ટો મુજબ પાકિસ્તાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ નાની છે. ત્યાંના થિયેટર બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોના બળે જ ચાલે છે. તરણ આદર્શના કહેવા મુજબ, ત્યાંના કુલ ટર્નઓવરમાં 75થી 80 ટકા હિસ્સો બોલિવૂડની ફિલ્મોનો હોય છે. પ્રતિબંધના કારણે તેને આ નુકસાન થવાનું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વાર્ષિક 10-15 ફિલ્મો જ બનાવે છે. ઝી સ્ટુડિયોઝના હેડ વિભા ચોપરાએ કહ્યું કે, પાકિસ્તાનને અસાધારણ નુકસાન થવા જઈ રહ્યું છે. યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, થાઈલેન્ડ, ચીન, જાપાન જેવા ઓવરસીઝ માર્કેટથી થનારા કુલ ઓવરસીઝ કલેક્શનમાં પાકિસ્તાનનું ભાગ્યે જ પાંચથી સાત ટકાનું યોગદાન છે. પરંતુ તેને ખૂબ ફરક પડશે. તેની અંદાજે 70 ટકા કમાણી ઘટી જશે. 

 

પાકિસ્તાનમાં માત્ર 170 જેટલાં થિયેટર
ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનના કહેવા મુજબ, ત્યાં અંદાજે માત્ર 150થી 170 થિયેટર અને મલ્ટિપ્લેક્સીસ છે. ભારતમાં અંદાજે 3700 થિયેટર છે. સારી કમાણી કરનારી ફિલ્મોમાંથી 15થી 25 કરોડ સુધીનું ટર્નઓવર ત્યાંના ડિસ્ટ્રીબ્યુટર્સ અને એક્ઝીબિટર્સને થાય છે. હવે તેમના થિયેટરોમાં સન્નાટો ફેલાઈ જશે. ડિસ્ટ્રીબ્યુટર અક્ષય રાઠી અને રાજ બંસલ જણાવે છે કે, ત્યાં ફિલ્મો ન મોકલવાથી આપણા પર કોઈ ખાસ ફરક નહીં પડે. તેમને જરૂર મોટું નુકસાન થશે, કારણ કે તેમનું એક્ઝિબિશન નેટવર્ક સંપૂર્ણપણે ભારતીય ફિલ્મો પર નિર્ભર છે. ત્યાં વર્ષમાં માત્ર 10થી 15 ફિલ્મો બને છે. ભારતીય મેકર્સને તેમાંથી ચારથી 8 કરોડ રૂપિયા મળે છે. પાકિસ્તાનની ટ્રેડ વેબસાઈટ્સ મુજબ છેલ્લા બે વર્ષમાં રણવીર એકમાત્ર એવો કલાકાર છે, જેની બે ફિલ્મોએ પાકિસ્તાનમાં 20-20 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી. 

અન્ય સમાચારો પણ છે...