તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Guneet Monga Interview And Reaction After Winning Oscar 2019 For Period End Of Sentence

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PMOને પત્ર લખ્યો પણ રિસ્પોન્સ ન મળ્યો, છતાં દેશને ઓળખ અપાવવા માટે લાંબી મુસાફરી કરી: ગુનીત મોંગા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ગુનીત મોંગાએ ઓસ્કર 2019માં ભારતનું મસ્તક સમ્માનથી ઉંચુ કર્યું છે. જોકે ઓસ્કર સુધી પહોંચવાની તેમની સફર સરળ નહોતી. પોતાની જગ્યા બનાવવા માટે તેને દુનિયાભરના ડઝનથી વધુ ફિલ્મ ફેસ્ટિવલ્સમાંથી પસાર થવું પડ્યું, ત્યારે જઈને ફિલ્મને ઓળખ મળી. ઓસ્કર જતાં પહેલા ગુનીતે ભારત સરકાર પાસેથી ફિલ્મને ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવાની માંગ કરી હતી, પણ પીએમઓ તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો. હવે જયારે ડોક્યુમેન્ટ્રીએ ઇતિહાસ રચી દીધો છે તો ગુનીત મોંગાને આશા છે કે આગળથી સરકાર અને અન્ય ઓથોરિટીઝ સોશિયલ સબ્જેક્ટ્સ પર બનેલી ડોક્યુમેન્ટ્રી, શોર્ટ ફિલ્મ અને ફીચર ફિલ્મને હળવાશથી લેશે નહીં.

 

ગુનીત મોંગાની ખુશી આ વાતચીતમાં સામે આવી 

  • ફિલ્મ સાથે જોડાયેલી ટીમે પણ જણાવ્યું કે, આ  શોર્ટ ડોક્યુમેન્ટ્રીને સરકારી કોલેજીસ અને સ્કૂલમાં દેખાડવામાં આવશે. એજ્યુકેશન અને હેલ્થ મિનિસ્ટ્રી સાથે મળીને પણ ફિલ્મને વધુમાં વધુ પ્રદર્શિત કરવામાં આવશે.
  • ગુનીતને ખુશી એ વાતની છે કે, તેણે આજ સુઘી જે પણ ફિલ્મો પ્રોડયુસ કરી છે તે સૌથી પહેલા વિવાદોમાં ઘેરાઈ છે અને પછી તેમના ગાઢ વિશ્વાસના લીધે તે હંમેશા આગળ વધી શકી છે. અંતે તેમણે તેમના પોતાનામાં જે ભરોસો ઈન્વેસ્ટ કર્યો હતો, હવે તે તેમને ફરી પાછો મળી રહ્યો છે. 
  • શોર્ટ ડોક્યુમેન્ટ્રી 'પીરિયડ: ધ એન્ડ ઓફ સેંટેન્સ'ને ઈંડો-અમેરિકન મૂળના ડાયરેક્ટર રાયકા જેહતાબચીએ ડાયરેક્ટ કરી છે. તેની વાર્તા દિલ્હીના બહારના વિસ્તાર હાપુડની છે. આથી પહેલા તેમના બેનરથી પેડલર્સ, ધ લંચબોક્સ અને મસાન પણ દુનિયાના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રખ્યાત બની છે. ગુનીત હાલ તો અમેરિકામાં છે.

આ જીત માટે તમને સૌથી ખાસ કોમ્પ્લીમેન્ટ શું મળી?
આ સમયે તો જીત પોતે જ સૌથી ખાસ કોમ્પ્લીમેન્ટ છે. અમે એકેડમી મેમ્બર્સના આભારી છીએ. તેમના વોટિંગના લીધે અમે આ જીત મેળવી શક્યા અને સમ્માનના હકદાર થઇ શક્યા. આખી ટીમ ખુશ અને સંતુષ્ટ છે. 

 

કઈ વસ્તુ ફિલ્મની ફેવરમાં કામ કરી ગઈ? 
મારા ખ્યાલથી માસિક સ્રાવ ટોપિક, જેના પર આ શોર્ટ ફિલ્મ બની છે. સાથે જ આ માસિક સ્રાવ મોટી ચર્ચાને પણ છેડે છે. તેની થીમ એ વાત પર ભાર પાડે છે કે ભારત જેવા દેશમાં આજે પણ માસિક સ્રાવને કલંક માનવામાં આવે છે. આ વસ્તુ મારા ખ્યાલથી જ્યૂરી મેમ્બર્સ અને ફિલ્મ જોઈ ચુકેલી ઓડિયન્સને પસંદ આવી.

 

થિયેટરોમાં રિલીઝ કરવાનું કોઈ પ્લાનિંગ?
આ શોર્ટ ડોક્યુમેન્ટ્રી છે, તેના માટે ડિજિટલ પ્લેટફોર્મ જ સૌથી બેસ્ટ છે. અમે ખુબ જ ખુશ છીએ કે આ ફિલ્મને નેટફ્લિક્સે ખુબ જ સપોર્ટ કર્યો. તેમના સપોર્ટના લીધે જ અમે આ ઊંચાઈએ પહોંચી શક્યા છીએ.

 

ઓસ્કર મળવાથી ફિલ્મો બનાવવામાં શું મદદ મળશે?
ફિલ્મ બિઝનેસમાં ઓસ્કર સૌથી મોટું સમ્માન છે. આથી પહેલા પેડલર્સ, ધ લંચબોક્સ, મસાનને લઈને અલગ-અલગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જતી રહી છું. હવે અહીં આ પ્લેટફોર્મ પર પહોંચી શકી છું. આ એક લાંબી સફર છે. ભારતને દુનિયાના નકશા પર લાવવાની એક મહાન સફર રહી છે. તેમાં સૌથી વધુ ગર્વ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો