ફર્સ્ટ લુક / 'સાન્ડ કી આંખ' ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકરનો 'શૂટર દાદી' અવતાર

divyabhaskar.com | Updated - Apr 16, 2019, 10:45 AM
First look of Saand Ki Aankh released, Tapsi Pannu and Bhumi Pednekar's look as Shooter Dadi

  • ફિલ્મની સ્ટોરી દુનિયાના સૌથી ઘરડા શાર્પ શૂટર્સ ચંદ્રો તોમાર અને પ્રકાશી તોમારની છે
  • ફિલ્મને અનુરાગ કશ્યપે પ્રોડ્યૂસ કરી છે 
  • ફિલ્મ દિવાળી, 2019ના રિલીઝ થશે 


બોલિવૂડ ડેસ્ક: તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકર સ્ટારર ફિલ્મ 'સાન્ડ કી આંખ'નો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો છે. આ ફિલ્મ દુનિયાના બે સૌથી મોટા એટલે કે ઘરડા દાદી શાર્પ શૂટર્સની સ્ટોરી છે. ફિલ્મમાં તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકર બન્ને દાદીનો રોલ નિભાવી રહી છે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો છે જેમાં ભૂમિ અને તાપસી શૂટર દાદીના ટ્રેડિશનલ પહેરવેશમાં છે. ફિલ્મને તુષાર હિરાનંદાનીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યૂસરમાં અનુરાગ કશ્યપ, રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ અને નિધિ પરમાર સામેલ છે. ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

આ સ્ટોરી ચંદ્રો તોમાર અને પ્રકાશી તોમારની છે જેમણે 60 વર્ષની ઉંમરે શૂટિંગ શરૂ કર્યું અને માત્ર એટલું જ નહીં સ્ટેટ અને નેશનલ લેવલની શૂટિંગ ચેમ્પિયનશિપમાં 700થી વધુ મેડલ પણ જીત્યા છે. તેમણે ઘણા બાળકોને ટ્રેનિંગ પણ આપેલી છે અને આજે તે બાળકો નેશનલ લેવલની શૂટિંગ ચેમ્પિયનશિપમાં વિજેતા બની રહ્યા છે. આ ફિલ્મથી તાપસી અને ભૂમિ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.

X
First look of Saand Ki Aankh released, Tapsi Pannu and Bhumi Pednekar's look as Shooter Dadi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App