તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'મિલ્ખા' બાદ ફરહાનની વધુ એક સ્પોર્ટ્સ ફિલ્મ, હવે બોક્સર બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોક્સિંગ પર આધારિત ફિલ્મમાં ફરહાન એક મુક્કાબાજનો રોલ કરશે અને આ ફિલ્મને રાકેશ મેહરા ડિરેક્ટ કરશે
  • ફિલ્મનું નામ 'તૂફાન' હશે
  • ફિલ્મનું શૂટિંગ 2019ની મધ્યમાં શરૂ થશે

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'માં દોડવીર મિલ્ખા સિંહનો રોલ નિભાવ્યા બાદ ફરહાન અખ્તર હજુ એક સ્પોર્ટ્સ ફિલ્મ કરવા માટે તૈયાર છે. બોક્સિંગ પર આધારિત ફિલ્મમાં ફરહાન એક મુક્કાબાજનો રોલ કરશે અને આ ફિલ્મને પણ રાકેશ મેહરા જ ડિરેક્ટ કરશે.

 

ફિલ્મનું નામ 'તૂફાન'
ફિલ્મનું પ્રોડક્શન ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને રાકેશ ઓમપ્રકાશ મેહરા પિક્ચર્સ દ્વારા કરવામાં આવશે. ફિલ્મનું નામ 'તૂફાન' હશે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે, ફિલ્મનું શૂટિંગ 2019ની મધ્યમાં શરૂ થશે. ફિલ્મના રાઇટર અંજુમ રજબઅલીએ કહ્યું કે, ફિલ્મ લોઅર મિડલ ક્લાસ પર આધારિત હશે, જેમાં બોક્સરની લવ સ્ટોરી બતાવવામાં આવશે.

 

હાલ રાકેશ મેહરા તેની આગામી ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'માં વ્યસ્ત છે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની છે. ફરહાન પણ હાલ પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'ગલી બોય'ની સફળતાને માણી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો