વેક્સ સ્ટેચ્યૂ / દીપિકા પાદુકોણના વેક્સ સ્ટેચ્યૂનું મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ

divyabhaskar.com

Mar 15, 2019, 01:41 PM IST
Deepika Padukone Unveils Stunning Madame Tussauds Wax Statue

બોલિવૂડ ડેસ્ક: દીપિકા પાદુકોણના વેક્સ સ્ટેચ્યૂનું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ થયું. દીપિકા પોતાના પેરેન્ટ્સ અને બહેન સાથે આવી હતી. ઉપરાંત રણવીર સિંહ અને તેના પેરેન્ટ્સ પણ ત્યાં હાજર હતા. આ સ્ટેચ્યૂ દીપિકા પાદુકોણના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ વખતના લુક પરથી બનાવવામાં આવ્યું છે. દીપિકાએ આ સ્ટેચ્યૂ પોતાના ફાઉન્ડેશન 'લિવ.લાફ.લવ'ને સમર્પિત કર્યું છે. દીપિકાનું સ્ટેચ્યુ જોઈએ રણવીર સિંહ ચકિત થઇ ગયો હતો.

રણવીરે કહ્યું કે, મને આ વેક્સ સ્ટેચ્યૂ ખૂબ જ ગમ્યું. દીપિકાએ તેને કહ્યું કે, હવે જ્યારેતું લંડન શૂટિંગ માટે હોય અને મારી યાદ આવે ત્યારે તું અહીં આવતો રહેજે.

દીપિકાએ જણાવ્યું કે, હું નાની હતી ત્યારે મારા પરિવાર સાથે હું અહીંયા પહેલીવાર અને છેલ્લીવાર આવી હતી, અને બસ ગઈકાલે જ જ્યારે અમે સાથે લંચ કરતા હતા ત્યારે જ મારી મમ્મીએ કહ્યું કે, તે અહીં 35 વર્ષ પહેલાં આવી હતી અને તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એક દિવસ એની દીકરીનું વેક્સ સ્ટેચ્યૂ અહીં હશે. આજે અમે બધા અહીં સાથે છીએ એક પરિવાર તરીકે જેની અનુભૂતિ એકદમ અદભુત છે.

X
Deepika Padukone Unveils Stunning Madame Tussauds Wax Statue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી