તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડના ત્રણેય ખાનને કમાણી મામલે ટક્કર આપે છે દીપિકા પાદુકોણ, આ એક ફિલ્મે જ કરી હતી 525 કરોડની કમાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ ડેસ્કઃ દીપિકા પાદુકોણ લગ્ન બાદ આજે 5 જાન્યુઆરીના રોજ પોતાનો પ્રથમ બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. દીપિકા એક એવી એક્ટ્રેસ છે જે કમાણી મામલે ઘણી સફળ રહી છે. દીપિકાએ સતત એવી ઘણી ફિલ્મ્સ આપી છે જે 100 કરોડની કલબમાં સામેલ થઈ હતી. આ ઉપરાંત અમુક ફિલ્મ્સ એવી રહી છે જેણે બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. દીપિકા પાદુકોણ હાલ બોલિવૂડની ટોચની એક્ટ્રેસીસમાંથી એક છે અને તે અત્યારે એક ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા જેટલી ફી ચાર્જ કરે છે. તેની અપકમિંગ ફિલ્મ એસિડ અટેક સર્વાઈવર પર બનનારી ‘છપાક’ છે, જેને મેઘના ગુલઝાર ડિરેક્ટ કરી રહ્યાં છે.

1) બોક્સ ઓફિસ પર દીપિકાનો કમાલ

આ ફિલ્મથી દીપિકા પાદુકોણે પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન જોવા મળ્યો હતો જોકે દીપિકાએ પોતાની અલગ ઓળખ બનાવી. આ ફિલ્મે 149 કરોડની કમાણી કરી હતી.

રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં પણ દીપિકા પાદુકોણ લીડ એક્ટ્રેસ રહી હતી. ચેન્નઈની યુવતીના રોલમાં દીપિકાની એક્ટિંગની પ્રશંસા થઈ હતી. ફિલ્મે કુલ 395 કરોડની કમાણી કરતા તે સમયે બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

રણબીર કપૂર અને દીપિકાના બ્રેક-અપ બાદ આ ફિલ્મ રીલિઝ થઈ હતી. પરંતુ ફિલ્મ પર તેની સારી અસર જોવા મળી હતી અને ફિલ્મે કુલ 311 કરોડની કમાણી કરી હતી.

આ ફિલ્મ દીપિકા પાદુકોણના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મ અંગે ઘણો વિવાદ થયો હતો. ઘણા સમય સુધી તેની રિલીઝ ડેટ બદલાતી રહી. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થયા બાદ તેણે કુલ 525 કરોડની કમાણી કરી હતી. તેનું બજેટ 215 કરોડ રૂપિયા જેટલું હોવાનું માનવામાં આવે છે.

શાહરૂખ ખાન સાથેની ઓમ શાંતિ ઓમ અને ચેન્નઈ એક્સપ્રેસ બાદ દીપિકાએ તેની સાથે ત્રીજી ફિલ્મ હેપ્પી ન્યૂ યર કરી હતી. આ જોડી ફરીવાર બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મે કુલ 340 કરોડની કમાણી કરી હતી.

વર્ષ 2015માં દીપિકાની ફિલ્મ તમાશા રીલિઝ થઈ હતી. રણબીર સાથેના બ્રેક-અપ બાદ દીપિકાએ ફરીવાર તેની સાથે કામ કર્યું હતું. આ ફિલ્મે કુલ 136 કરોડની કમાણી કરી હતી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ગોલિયોં કી રાસલીલા-રામલીલાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મે 202 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મના સેટ પર રણવીર સિંહ અને દીપિકાના અફેરનો પ્રારંભ થયો હતો.

આ એક હિસ્ટોરિકલ રોમાન્સ સ્ટોરી હતી. આ ફિલ્મમાં રણવીર-દીપિકાની જોડીને લોકોએ પસંદ કરી હતી. આ ફિલ્મ પણ સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટ કરી હતી. 145 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 356 કરોડની કમાણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...