વીડિયો / ડાન્સિંગ અંકલનો નવો 'ચાચા નાચ' વીડિયો વાઇરલ, યુટ્યુબ પર ઓફિશિયલ એન્ટ્રી

divyabhaskar.com

Mar 15, 2019, 11:38 AM IST
'Dancing Uncle' Is Back  With His Own Music Video 'Chacha Nach'
બોલિવૂડ ડેસ્ક: સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડાન્સિંગ અંકલનો યુટ્યુબ પર એક નવો વીડિયો આવ્યો છે. આ વીડિયોનું ટાઇટલ 'ચાચા નાચ' છે. આ સોન્ગ માટે યુએઈના મ્યુઝિક કમ્પોઝર અને પ્રોડ્યૂસર જાસીમે સિંગર બેની દયાલ સાથે હાથ મિલાવ્યા છે. ડાન્સિંગ અંકલ તેના એક વીડિયોથી રાતોરાત ફેમસ થઇ ગયા હતા. 2018માં ગ્વાલિયરમાં એક લગ્નમાં તેમણે 'આપ કે આજા ને સે' સોન્ગ પર કરેલા ડાન્સના વીડિયોથી તે રાતોરાત ઇન્ટરનેટ પર ફેમસ થઇ ગયા. ત્યારબાદ તે સલમાન ખાન, ગોવિંદા, સુનિલ શેટ્ટી અને માધુરી દીક્ષિતને પણ મળ્યા હતા. 'ચાચા નાચ'ના વીડિયોને યુટ્યુબ પર અત્યાર સુધી 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
X
'Dancing Uncle' Is Back  With His Own Music Video 'Chacha Nach'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી