તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડની PM મોદી પાસે માગ, કોઈ પાકિસ્તાની આર્ટિસ્ટને વિઝા ના આપે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: પાકિસ્તાન સાથે અત્યારની તણાવયુક્ત પરિસ્થિતિઓ જોઈને હવે બોલિવૂડ પાકિસ્તાની કલાકારો ભવિષ્યમાં પણ દેશમાં ન પ્રવેશે તે નિશ્ચિત કરવામાં લાગ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સંસ્થા ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને પીએમ મોદીને પત્ર લખીને પાકિસ્તાની કલાકારોને વિઝા ન આપવાની અપીલ કરી છે. તેમણે ફિલ્મ એસોસિએશન અને મીડિયાના લોકોને પણ અહીં ના આવવા દેવાની માગ કરી છે. 

 

સંસ્થા દ્વારા પાકિસ્તાની કલાકારો પર બેન તો પહેલેથી લગાવી દેવાયો છે પણ આ બેન સંપૂર્ણ રીતે ઇફેક્ટિવ થાય તે માટે પ્રધાનમંત્રીને પત્ર લખીને આ માગણી કરી છે. પત્રમાં લખ્યું છે કે, 'આખું ફિલ્મ જગત એક થઈને માગ કરતા, પાકિસ્તાની કલાકારો, ફિલ્મ એસોસિએશન, મીડિયા પર્સનને કોઈ પણ પ્રકારના વિઝા ના આપવાની માગ કરે છે. ભારત સરકાર આતંકવાદીઓને ફંડિંગ કરનારા પાકિસ્તાન જેવા દેશ પર પ્રતિબંધ લગાવીને કડક વલણ અપનાવે.' એસોસિએશને આ પત્ર પાકિસ્તાન દ્વારા તેમના દેશમાં ભારતીય ફિલ્મો અને કંટેન્ટ પર બેન લગાવ્યા બાદ લખ્યો છે. 

 

રોજગાર પડી ભાંગતા ગભરાયેલા પાકિસ્તાની આર્ટિસ્ટ્સ કરી રહ્યા છે શાંતિની વાત 
યુદ્ધ જેવા સંજોગોથી પાકિસ્તાની કલાકારો ખૂબ ગભરાઈ ગયા છે. બોલિવૂડમાં કામ કરવા પર પહેલેથી પાબંદી લાગેલી છે. જો યુદ્ધ આગળ વધે તો તેમના પરત ફરવાની બધી જ આશાઓ પર પાણી ફેરવાઈ જશે. આવામાં તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. 

 

અલી ઝફરની પરેશ રાવલે ઉડાડી ઠેકડી 
પરેશ રાવલે પાકિસ્તાની એક્ટર અલી ઝફરને આડે હાથે લીધો છે. પરેશ રાવલે અલી ઝફરના ઇમરાન ખાનનાં વખાણ કરતી ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું, 'નાઉ સ્પીચલેસ!' 

Now speechless!!! https://t.co/cY8RrkfAgh

— Paresh Rawal (@SirPareshRawal) February 26, 2019

લતા જવાનો માટે આપશે એક કરોડ 
ભારત રત્ન લતા મંગેશકરે 24 એપ્રિલે તેમના પિતા દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ નિમિત્તે સેનાના જવાનોને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

 

અક્ષયની 'ભારત કે વીર' હવે ટ્રસ્ટ બની 
અક્ષય કુમારે શહીદોના આશ્રિતોની મદદ માટે શરૂ કરેલી 'ભારત કે વીર' એપના ફંડને ટ્રસ્ટમાં ફેરવી દેવાયું છે. હવે તે કરમુક્તિની શ્રેણીમાં સામેલ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો