તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhoot Police First Look : Presenting Saif Ali Khan, Fatima Sana Shaikh In Pavan Kirpalani's Horror comedy

'ભૂત પોલીસ' ફિલ્મની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લુક રિલીઝ, ઓગસ્ટમાં શૂટિંગ શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ફિલ્મ 3Dમાં રિલીઝ થશે

બોલિવૂડ ડેસ્ક: હોરર કોમેડી ફિલ્મ 'ભૂત પોલીસ'ની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં સૈફ અલી ખાન, ફાતિમા સના શૈખ અને અલી ફઝલ લીડ રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટર પવન કિરપલાની છે. આ ફિલ્મ 3Dમાં રિલીઝ થશે. ફિલ્મને ફોક્સ સ્ટાર સ્ટુડિયો પ્રોડ્યૂસ કરશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટ મહિનાથી શરૂ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફોટો શેર કર્યો હતો. 

 

સૈફ અલી ખાન છેલ્લે 'બાઝાર' ફિલ્મમાં દેખાયો હતો. ફાતિમાએ આ ફિલ્મમાં કામ કરવા બાબતે જણાવ્યું કે, મને 'ફોબિયા' ફિલ્મમાં પવનનું કામ ખૂબ ગમ્યું હતું. હું ખુશ છું કે હું તેમને મળી અને અમે હવે સાથે કામ કરી રહ્યા છીએ. મેં જ્યારે શરૂઆતના ફિલ્મના ડ્રાફ્ટ્સ વાંચ્યા ત્યારે મને હતું કે મારે આ ફિલ્મનો હિસ્સો બનવું છે, અને આ ફિલ્મમાં સૈફ છે. મારે બધા ખાન સાથે કામ કરવું છે. મેં શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે જ્યારે હું નાની હતી.