તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'બદલા'માં બિગ બી બન્યા રેપર, આજે 'ઔકાત' સોન્ગ રિલીઝ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ‘ગલી બોય’થી બિગ બી અમિતાભ બચ્ચન ભારે પ્રભાવિત થઈ ગયેલા. એમણે રણવીર સિંહ, આલિયા ભટ્ટ ઉપરાંત ફિલ્મમાં રેપર ‘એમસી શેર’ અને ‘મોઈન’ની ભૂમિકાઓ ભજવનારા અદાકારો અનુક્રમે સિદ્ધાંત ચતુર્વેદી અને વિજય વર્માને પોતાના હસ્તાક્ષરમાં પત્રો લખીને સુપર્બ પર્ફોર્મન્સ માટે અભિનંદન પાઠવેલા. હવે પોતાની નવી ફિલ્મ ‘બદલા’ માટે ખુદ અમિતાભ બચ્ચન પણ રેપર બન્યા છે, તે અગાઉ ‘દિવ્ય ભાસ્કર’ પર આપ વાંચી ચૂક્યા છો. ‘બદલા’ ફિલ્મના પ્રમોશન માટે અલગથી શૂટ થયેલા આ રેપ સોંગનું નામ છે ‘ઔકાત’.

 

28 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ રિલીઝ થયેલું આ રેપ સોંગ અત્યાર સુધીમાં 55 લાખ લોકો જોઈ ચૂક્યા છે. ગીત ક્લિન્ટન સેરેજોએ કમ્પોઝ કર્યું છે અને લિરિક્સ સિદ્ધાંત કૌશલના છે. ટ્રેકનું નામ 'ઔકાત' છે. આ ગીતને ખુદ અમિતાભ બચ્ચન ઉપરાંત અમિત મિશ્રા અને ક્લિન્ટન સેરેજોએ ગાયું છે. ગીતમાં ફાસ્ટ રેપની પંક્તિઓને બિગ બી ઉપરાંત રેપર જિઝીએ ગાઈ છે. ગીતની થીમમાં સમાજના ગુસ્સાને રિપ્રેઝન્ટ કરાયો છે. 'ક્યું રબ્બા' પછીનું આ બદલા ફિલ્મનું બીજું સોન્ગ છે. તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મ સ્પેનિશ થ્રિલર 'ધ ઇન્વિઝિબલ ગેસ્ટ'નું ઓફિશિયલ અડેપ્ટેશન છે. ફિલ્મના પ્રોડ્યૂસર શાહરુખ ખાન અને ડિરેક્ટર સુજોય ઘોષ છે. ફિલ્મ 8 માર્ચે રિલીઝ થવાની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો