તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્જુન રામપાલ વિરુદ્ધ 1 કરોડ રૂપિયાની લોનની ભરપાઈ ન કરવા બદલ કેસ દાખલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અર્જુને લોનની ભરપાઈ 90 દિવસમાં કરી દેવાની ખાતરી આપી હતી
  • અર્જુને એક પ્રોડક્શન કંપનીને આપેલો 1 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થયો   

બોલિવૂડ ડેસ્ક: એક્ટર - પ્રોડ્યૂસર અર્જુન રામપાલ વિરુદ્ધ કેસ દાખલ થયો છે. 1 કરોડ રૂપિયાની લોનની ચુકવણી ન કરવા બદલ તેના વિરુદ્ધ કાનૂની પગલાં લેવાયાં છે. આ લીગલ એક્શન વાયટી એન્ટરટેઇન્મેન્ટ દ્વારા લેવામાં આવ્યાં છે. એમણે અર્જુન પર આરોપ લગાવ્યો છે કે, એણે મે, 2018માં લોન લીધી હતી. આ લોનની ભરપાઈ 90 દિવસમાં કરી દેવાની એણે ખાતરી આપી હતી. અર્જુનનો 1 કરોડ રૂપિયાનો પોસ્ટ ડેટેડ ચેક રિટર્ન થયો છે. કંપનીએ ફરિયાદમાં જણાવ્યું કે, અર્જુનને લોન વાર્ષિક 12% વ્યાજના દરે આપવામાં આવી હતી.

 

અગાઉ પણ અર્જુન આ કારણે ચર્ચામાં રહ્યો 
અગાઉ અર્જુન કપૂર તેની કહેવાતી ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ ડીમેટ્રીડ્સ સાથે ફેશન શોમાં દેખાયો હતો, જેને કારણે તે ચર્ચામાં આવ્યો. અર્જુન અને તેની પત્ની મહેરે ગયા વર્ષે જ એકબીજાની સહમતીથી છૂટાછેડા લઇ લીધા હતા. અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ મોડેલ અને ફેશન ડિઝાઈનર છે. અર્જુને વેલેન્ટાઈન્સ ડે પર બન્નેનો ફોટો શેર કરીને લખ્યું હતું, 'સ્પ્રેડ લવ. હેપી વેલેન્ટાઈન્સ ટુ ઓલ.' ગેબ્રિએલે પણ અર્જુનને વળતો જવાબ આપતા ફોટો શેર કરી લખ્યું હતું, 'હેપી લવ ડે'.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Spread the love. Happy Valentines to all. #valentines

A post shared by Arjun (@rampal72) on Feb 14, 2019 at 12:01am PST

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy love day

A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) on Feb 13, 2019 at 11:56pm PST

અન્ય સમાચારો પણ છે...