તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Arjun Kapoor's Film India's Most Wanted Poster Is Release. Take Look Malaika Arora's Comment

'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' ફિલ્મમાં અર્જુન કપૂરનો લુક રિલીઝ, સૌથી પહેલા મલાઈકાએ આપ્યું રિએક્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: અર્જુન કપૂર સ્ટારર 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પોસ્ટરમાં અર્જુન કપૂરનો ચહેરો અડધો છુપાયેલો છે, પરંતુ ઇન્ટેન્સ લુક માટે તેની દેખાતી આંખો જ પૂરતી છે. પોસ્ટરની ટેગ લાઈન પર લખ્યું છે કે, 'ધ મેન હન્ટ બિગિન્સ'.
 

અર્જુને સોશિયલ મીડિયામાં પોસ્ટર રિલીઝ કરતાં લખ્યું કે, સત્ય ઘટના પર આધારિત આ સ્ટોરીને તમારી સમક્ષ રજુ કરવા બદલ હું ખૂબ ગર્વ અનુભવી રહ્યો છું. આ પોસ્ટ પર લોકોના રિએક્શન આવવા લાગ્યા છે. સૌથી પહેલાં અર્જુનની ખાસ મિત્ર મલાઈકા અરોરાએ આગના ઈમોજી સાથે કમેન્ટ કરી હતી. આ ઉપરાંત વરુણ ધવન, પરિણીતી ચોપરા, ભૂમિ પેડનેકર , ફરાહ ખાન અને સંજય કપૂરે પણ કમેન્ટ કરી હતી.

આ ફિલ્મમાં અર્જુન ઇન્ટેલિજન્સ ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યો છે. આતંકીઓને કોઈ પણ હથિયાર વિના જ પકડી પાડનારા રિયલ હીરોઝની સ્ટોરી આ ફિલ્મમાં છે.

 

'રેડ', 'નો વન કિલ્ડ જેસિકા' અને 'આમિર' જેવી ફિલ્મ ડિરેક્ટ કરનારા રાજકુમાર ગુપ્તા આ ફિલ્મના ડિરેક્ટર છે. ફિલ્મનું ટીઝર મંગળવારે રિલીઝ થશે. 24 મે,2019ના રોજ ફિલ્મ રિલીઝ થશે.

'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' ફિલ્મ સિવાય અર્જુન 'પિંકી ફરાર' ફિલ્મમાં પરિણીતી ચોપરા અને 'પાણીપત' ફિલ્મમાં કૃતિ સેનન સાથે સ્ક્રીન શેર કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...