તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Anupam Kher, Paresh Rawal And Madhur Bhandarkar Come Out In Support Of Kangana Ranaut; Defend The Horse Riding Scene In Manikarnika

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડમી ઘોડા પરના શૂટિંગને લઈને પરેશ રાવલ, અનુપમ ખેર અને મધુર ભંડારકરનો કંગનાને સપોર્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ફિલ્મ 'મણિકર્ણિકા'ના એક વીડિયોને લઈને કંગના ચર્ચામાં આવેલી. તેમાં કંગના અસલી ઘોડાને બદલે એક ડમી ઘોડા પર બેસીને શૂટિંગ કરી રહી હતી. આ વીડિયોને લઈને કંગનાને લોકો ટ્રોલ કરી રહ્યા હતા, પરંતુ હવે કંગનાની પડખે અનુપમ ખેર, પરેશ રાવલ અને મધુર ભંડારકર આવ્યા છે. અનુપમ ખેર અને પરેશ રાવલે ટ્વીટ કરીને કંગનાના વિરોધીઓને જવાબ આપ્યો. 

 

અનુપમ ખેરે કંગનાની નિંદા કરતા યુટ્યૂબર આકાશ બેનર્જીને વળતો જવાબ આપતા ટ્વીટ કર્યું કે, 'આને એકટિંગ કહેવાય મૂર્ખ, અને આ અમારી જોબ છે. આખી દુનિયાના દરેક એક્ટર આવું કરે છે. કંગનાને એના હાર્ડ વર્ક માટે દશકો સુધી યાદ કરવામાં આવશે'.

According to these dimwits and pinheads they believe that superman and Batman in Hollywood films are actually flying and it’s not some camera trick or CG effects ...! https://t.co/9Ko4UdJru0

— Paresh Rawal (@SirPareshRawal) February 25, 2019

પરેશ રાવલે પણ અનુપમ ખેરની વાતને સમર્થન આપતાં ટ્વીટ કર્યું કે, આવા મૂર્ખ લોકો માને છે કે હોલિવૂડમાં બેટમેન અને સુપરમેન સાચે હવામાં ઊડે છે અને તે કોઈ કેમેરા ટ્રિક કે કમ્પ્યુટર ઇફેક્ટ નથી.

કંગનાની બહેને પણ ટ્વીટ કરી નિંદા કરનારા લોકો પર પ્રહાર કર્યો હતો કે, દોડતા ઘોડા પર તમે કઈ રીતે ક્લોઝ અપ શોટ લઇ શકો?.. અને તે લેવા માટે જ મશીન ઘોડાનો ઉપયોગ થાય છે અને આવું ઘણી બધી મૂવીમાં થતું આવ્યું છે. ટેક્નોલોજીથી પરિચિત થાવ, મૂર્ખ લોકો.

 

મધુર ભંડારકરે કહ્યું કે, જ્યારે અસલી ઘોડા પર કંગના પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે તો કોઈ બોલ્યું નહીં અને હવે એક આ ડમી ઘોડાવાળો વીડિયો સામે આવ્યો એટલે તરત લોકો ઠેકડી ઉડાડવા લાગ્યા. ગ્રીન પડદાનો ઉપયોગ બધા કરે જ છે. અમે પણ કરીએ જ છીએ. અમે સીન બતાવ્યો હોય લંડનનો, પણ ખરેખર એનું શૂટિંગ થયું હોય અહીં જ. ત્યારે તો લોકો એમ કહે છે કે અરે વાહ, તમે લંડન બતાવ્યું અને જ્યારે આ ઘોડાવાળો વીડિયો સામે આવ્યો ત્યારે કેમ નિંદા કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો