તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિતાભ બચ્ચને 'ગલી બોય' માટે આલિયા અને સિદ્ધાંતને લેટર લખ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોય 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ છે. આ ફિલ્મથી બોલિવૂડ  ડેબ્યુ કરનાર સિદ્ધાંત ચતુર્વેદી જેને ફિલ્મમાં એમસી શેરનો રોલ ભજવ્યો છે, તેની ખુબ પ્રશંસા થઇ રહી છે. અમિતાભ બચ્ચન દરેક એક્ટરને એમના સારાં પર્ફોર્મન્સનાં વખાણ માટે પોતાના હાથથી લખેલો લેટર અને ફૂલ મોકલે છે. ફિલ્મમાં કરેલી અદભુત એક્ટિંગ બદલ અમિતાભે આલિયા ભટ્ટ અને સિદ્ધાંતને લેટર લખ્યો, જેનો ફોટો આલિયા અને સિદ્ધાંતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

 

આલિયાએ ફોટો શેર કરીને લખ્યું છે કે, આવું દરરોજ નથી હોતું કે તમને લેજન્ડ તરફથી લેટર મળે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Its not everyday you receive a letter from the legend. Grateful ✨🌞🙏

A post shared by Alia 🌸 (@aliaabhatt) on Feb 23, 2019 at 4:05am PST

 

સિદ્ધાંતેફોટો શેર કરતાં લખ્યું હતું કે, આ પળને હું શબ્દોમાં વર્ણવી નહીં શકું. આ મારા માટે સૌભાગ્ય અને ગર્વની વાત છે. હું બસ તમારા ચરણ સ્પર્શ કરવાની કામના કરું છું. અમિતાભે લેટરમાં લખ્યું છે કે, કોઈપણ ફિલ્મમાં કેમેરા સામે સિમ્પલ રહેવું સૌથી અઘરું છે અને તું એકદમ એવો જ હતો. રણવીર સિંહ, અર્જુન કપૂર, સુનિલ શેટ્ટી અને શ્વેતા બચ્ચન સહિતના સેલેબ્સે સિદ્ધાંતની આ પોસ્ટ પર કમેન્ટ પણ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો