તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Amitabh Bachchan And Emraan Hashmi To Share Screen Space For The First Time In A Movie

અભિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી પહેલીવાર સાથે એક ફિલ્મમાં દેખાશે, આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ મિસ્ટરી થ્રિલર ફિલ્મ હશે
  • ફિલ્મમાં અનુ કપૂર પણ હોઈ શકે છે 
  • ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી નથી

બોલિવૂડ ડેસ્ક: અભિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી પહેલીવાર ઓન સ્ક્રીન સાથે જોવા મળશે. બન્ને સ્ટાર્સ મિસ્ટરી થ્રિલર ફિલ્મમાં સાથે દેખાશે. આ ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી થયું નથી. આનંદ પંડિત આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. ફિલ્મને 'ગોડ તુસ્સી ગ્રેટ હો', 'લાઈફ પાર્ટનર' ફેમ ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મમાં અનુ કપૂર પણ સામેલ હશે. આ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

 

પ્રોડ્યૂસર આનંદ પંડિતે જણાવ્યું કે, મારી અને બચ્ચન સાહેબની દોસ્તી ઘણી જૂની છે. હું અત્યાર સુધી એવા કોઈ એક્ટરને મળ્યો નથી જેની સ્કિલ અને કમિટમેન્ટ એમની સાથે મેચ થાય. આ એક સન્માનની વાત છે કે હું તેમની સાથે ફિલ્મ બનાવીશ. મેં હંમેશાં ઇમરાન હાશ્મીની કામ કરવાની સ્ટાઇલને વખાણી છે, માટે હું તેને લેજન્ડ સાથે સ્ક્રીન શેર કરતો જોવા માટે રાહ જોઈ રહ્યો છું. ફિલ્મના સબ્જેક્ટની વાત કરીએ તો મને લાગે છે કે વિજેતાઓ અમારા હાથમાં છે.

 

છેલ્લે ઇમરાન હાશ્મી 'વાહ્ય ચીટ ઇન્ડિયા' ફિલ્મમાં દેખાયો હતો જ્યારે બિગ બી તાપસી પન્નુ સાથે પ્રોડ્યૂસર શાહરુખ ખાનની ફિલ્મ 'બદલા'માં દેખાયાં હતાં.