લોકસભા ઈલેક્શન / ચૂંટણીમાં મતદાન કરવાનો ઢંઢેરો પીટી રહેલી આલિયા ભટ્ટ પોતે જ વોટ નહિ આપી શકે

divyabhaskar.com

Apr 14, 2019, 01:36 PM IST
Alia Bhatt Won't be Voting in Lok Sabha Elections 2019 Because She Cannot, Here's Why

બોલિવૂડ ડેસ્ક: હાલ દેશમાં લોકસભા ચૂંટણી 2019ને લઈને ગરમાગરમીનો માહોલ છે. આશરે એક મહિના પહેલાં પીએમ મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માને ટેગ કરીને દેશની જનતાને વોટ કરવા માટે પ્રેરિત કરવાનું કહ્યું હતું.

આલિયાએ પોતે પણ ટ્વીટ કરીને લોકોને વોટ કરવા માટેની અપીલ કરી હતી, પરંતુ દિલચસ્પ વાત તો એ છે કે આલિયા પોતે જ મતદાન નહિ કરી શકે.

હાલ આલિયા 'કલંક'ની કાસ્ટ સાથે પ્રમોશનમાં વ્યસ્ત છે. મીડિયા સાથે વાતચીત દરમ્યાન આલિયાએ સ્વીકાર્યું હતું કે તે વોટ નહિ આપી શકે. ઈન્ટરવ્યૂમાં 'કલંક'ની કાસ્ટ આદિત્ય રોય કપૂર, વરુણ ધવન અને સોનાક્ષી સિન્હાએ કહ્યું હતું કે અમે બધા વોટ આપીને લોકસભાની ચૂંટણીમાં એક ભારતીય હોવાની ફરજ બજાવીશું.આ સમયે આલિયા ચૂપ બેઠી હતી.

કારણ

આલિયાનું વોટ નહિ આપવા પાછળનું કારણ પાસપોર્ટ છે. તેની માતા સોની રાઝદાન બ્રિટિશ નાગરિક છે, તે હિસાબથી આલિયા પણ બ્રિટિશ નાગરિક થઈ. તેની પાસે ઈન્ડિયન પાસપોર્ટ નથી. ભારતીય નિયમ અનુસાર, કોઈ વ્યક્તિને એક સાથે બંને દેશોની નાગરિકતા ન મળી શકે.

થોડા જ સમયમાં આલિયા 'કલંક' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય માધુરી દીક્ષિત, વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર પણ દેખાશે. ડિરેક્ટર અભિષેક વર્માની આ ફિલ્મ 17 એપ્રિલ, 2019ના રોજ રિલીઝ થશે.X
Alia Bhatt Won't be Voting in Lok Sabha Elections 2019 Because She Cannot, Here's Why
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી