તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'સ્ત્રી' પછી હવે બીજી હોરર - કોમેડી 'રૂહ અફઝા'માં રાજકુમાર રાવ જોવા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે 'ફુકરે' ફેમ વરુણ શર્મા પણ હશે
  • ફિલ્મના પ્રોડક્શન માટે દિનેશે મૃગદીપ સિંહ લાંબા સાથે હાથ મિલાવ્યા છે

બોલિવૂડ ડેસ્ક: ગયા વર્ષે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર  હોરર - કોમેડી ફિલ્મ 'સ્ત્રી'એ જબરજસ્ત સફળતા મેળવી હતી. હવે દર્શકોને વધુ રાહ ના જોવડાવતાં નિર્માતા દિનેશ વિજને પોતાની આગમી હોરર-કોમેડી ફિલ્મ 'રૂહ અફઝા'ની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે 'ફુકરે' ફેમ વરુણ શર્મા પણ હશે. જો કે હજુ સુધી એક્ટ્રેસ ફાઇનલ નથી કરવામાં આવી. આ ફિલ્મના પ્રોડક્શન માટે દિનેશે ફુકરેના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબા સાથે હાથ મિલાવ્યા છે. એવી અટકળો થઇ રહી છે કે, કદાચ મૃગદીપ સિંહ લાંબા જ રૂહ અફઝા ડિરેક્ટ કરશે.

 

આગામી ફિલ્મ 
આ વર્ષે વરુણ શર્મા 'રૂહ અફઝા' ઉપરાંત 'અર્જુન પટિયાલા' અને 'છીછોરે' જેવી ફિલ્મોમાં દેખાશે. છીછોરે ફિલ્મ 30 ઓગસ્ટે રિલીઝ થશે. જ્યારે રાજકુમાર રાવ કંગના રનૌટ સાથે 'મેન્ટલ હૈ ક્યા' ફિલ્મમાં દેખાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો